મહાભારત શો સામે તો સરકારે જ ઉઠાવ્યો હતો વાંધો: એક જ દિવસમાં કોર્ટે આપ્યું હતુ ક્લિયરન્સ

ફિલ્મી દુનિયા

ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થયા બાદથી સતત વિવાદોમાં ઘેરાઈ છે. સૌથી મોટો વિવાદ ફિલ્મના ડાયલોગ્સને લઈને થયો છે. હનુમાનના પાત્રને આ પ્રકારના ડાયલોગ બોલતા જોઈ ફેન્સ આક્રોશમાં છે. વધતા આક્રોશને ધ્યાનમાં રાખી મેકર્સે તાત્કાલિક ફિલ્મના ડાયલોગમાં ફેરફાર કર્યો છે. આ પહેલી વખત નથી જ્યારે કોઈ માઈથોલોજી શો માં આવો વિવાદ જોવા મળ્યો હોય. આ અગાઉ આજે ક્લાસિક કહેવાતા મહાભારત શો ના પણ કેટલાક ડાયલોગના કારણે તે સમયની સરકાર સાથે લડવું પડ્યુ હતું.

બીઆર ચોપડાની સીરિયલ મહાભારતમાં યુધિષ્ઠિરની ભૂમિકાને અમર કરી દેનારા ગજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, મહાભારતના ટેલિકાસ્ટ દરમિયાન પણ તે સમયે કેટલાક ડાયલોગ અને સીન માટે તે સમયની સરકારે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ બીઆર ચોપરાએ કોર્ટનો કાનૂની માર્ગ અપનાવ્યો અને તેના પર વિજય મેળવ્યો હતો.

ગજેન્દ્રએ જણાવ્યું કે, મને યાદ છે સપ્ટેમ્બર 1988માં તાજ હોટલમાં મહાભારત સિરિયલના એલાન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ શો 2 ઓક્ટોબરે ટીવી પર પ્રસારિત થવાનો હતો. જ્યારે તેનું પ્રી-વ્યૂ દૂરદર્શન પર કરવામાં આવ્યું હતું. ત્યારે વર્તમાન સરકારને તેના કેટલાક ડાયલોગ સામે વાંધો હતો. તે ડાયલોગ રાજ બબ્બરે લખ્યા હતા જેમાં રાજા ભરત બોલે છે કે ‘રાજપાથ યોગ્યતા પર આધારિત હોવો જોઈએ ન કે વંશવાદ પર’. જે સંપૂર્ણપણે વર્તમાન સરકારની વિરુદ્ધમાં ગયો હતો. જેને શોમાંથી હટાવવાની માંગ કરવામાં આવી હતી.

ગજેન્દ્રએ જણાવ્યું કે, મહાભારત સમયના ચક્ર જેવા આઈકોનિક સીનથી શરૂ થાય છે. જોકે, સમયના ચક્રને પણ વિવાદોનો માર સહન કરવો પડ્યો હતો. તે સમયની સરકારે આ સીન સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે સમયનું આ ચક્ર બિનજરૂરી રીતે તેમની વિરોધ પાર્ટીના ફેવરમાં છે. શરૂઆતના સીનમાં આવતા વોઈસ-ઓવર દરમિયાન કાલચક્રના પ્રતીકાત્મક રૂપે સ્ક્રીન પર એક ચક્ર ચાલી રહ્યું હતું જે જનતા દળનું પ્રતીક હતું. તેમને હટાવવાની માગણી કરતાં સત્તારુઢ સરકારે કહ્યું હતું કે પક્ષને કોઈપણ કારણ વગર પબ્લિસિટી મળી રહી છે.

ગજેન્દ્રએ આગળ જણાવ્યું કે, જ્યારે બીઆર ચોપરા મક્કમ હતા કે, તેઓ આમાંથી કોઈ પણ વસ્તુ બદલવા નથી માંગતા. તેઓ તેમના લેખકોના કામથી ખૂબ જ સંતુષ્ટ હતા અને બિલકુલ બદલવાના મૂડમાં ન હતા. તેમણે કોર્ટમાં જઈને પોતાની વાત રાખી. 1 ઓક્ટોબરની રાત સુધીમાં તેમણે કોર્ટમાંથી ક્લિયરન્સ પણ લઈ લીધું હતું. બધુ એક જ રાતમાં થયું અને અમે 2 ઓક્ટોબરે લોકોની વચ્ચે આવી ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.