૧૪માં માળેથી કૂદી સેલિબ્રિટિઓની મેનેજર દિશા સાલિયાની આત્મહત્યા

ફિલ્મી દુનિયા

મુંબઇ,
સુશાંત સિંહ જેવા ઘણાં મોટા સેલેબ્રિટિઓની મેનેજર દિશા સાલિયાને આત્મહત્યા કરી લીધી છે. તે સોમવારે રાતે મુંબઈની એક બિલ્ડંગમાં ૧૪માં માળે મોજૂદ હતી. દિશા ઘટના પહેલા મલાડ પશ્ચિમના વિસ્તારમાં એક બિ લ્ડંગના ૧૪માં માળે તેના ભાવિ મંગેતર સાથે હતી. તેને પાસેની બોરીવલી હોસ્પટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડાક્ટરે તેને મૃત જાહેર કરી.
પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઇ તારણ પર પહોંચી નથી કે આત્મહત્યાનું કારણ શું હતું. પોલીસ સાબિતીઓના નિવેદનો પણ નોંધી રહી છે. પોલીસે દિશાના પેરેન્ટ્‌સના નિવેદન પર રૅકોર્ડ કરી લીધા છે અને આ મામલે તેના મંગેતરનું નિવેદન લેવાનું બાકી છે.
જણાવી દઈએ કે, દિશાએ પબ્લક રિલેશન્સ મેનેજર તરીકે તેના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેણે સેલેબ્રિટી ટેલેન્ટ મેનેજર સુધીની સફર નક્કી કરી. તે સુશાંત સિંહ રાજપૂત ઉપરાંત ભારતી સિંહ, રિયા ચક્રવર્તી અને વરુણ શર્મા જેવા કલાકારોની મેનેજર રહી ચૂકી હતી. તે બંટી સચદેવાની કોર્નરસ્ટોન સ્પોટ્‌ર્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ સાથે પણ કામ કરી ચૂકી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.