![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/Rakhewal-245.jpg)
દ્રશ્યમ ૨ની સીધી-સાદી શ્રિયા સરને લગાવ્યો બોલ્ડનેસનો તડકો
મુંબઈ, શ્રિયા સરન સિલ્વર સ્ક્રીન પર સાડીના ગેટઅપમાં સુંદર લાગે છે પરંતુ અહીં તે મોર્ડન વિથ ટ્રેડિશનલના કોમ્બિનેશનમાં જાેવા મળી રહી છે. શ્રિયા સરનની આ સાડીને સેલિબ્રિટી ડિઝાઇનર મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે. એક્ટ્રેસે પોતાની તસવીરોમાં મનીષ મલ્હોત્રાને ટેગ કરીને આભાર માન્યો છે.
શ્રિયાએ લખ્યુ છે, ‘આ સાડીમાં એક રાજકુમારીની જેવું ફીલ કરી રહી છું. સ્ટનિંગ સાડી માટે મનીષ મલ્હોત્રાનો આભાર. વાત જાે વર્કફ્રન્ટની કરીએ તો એક્ટ્રેસ આ દિવસે દ્રશ્યમ૨માં વ્યસ્ત છે અને સાડીવાળી તસવીરો પણ તેણીએ ફિલ્મની પ્રમોશન ઈવેન્ટમાં જ પહેરી હતી. ફિલ્મના પહેલા ભાગમાં શ્રિયાએ અજય દેવગણની પત્નીનું પાત્ર ભજવ્યુ હતું.
જાેકે, પડદાં પર તે સિમ્પલ સાડી લુકમાં જાેવા મળે છે. જાેકે, અસલ જીવનમાં તે ખૂબ જ ગ્લેમરસ છે. શ્રિયા સરન અને અજય દેવગણ સ્ટારર દ્રશ્યમ-૨ ૧૮ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. જેની એડવાન્સ બુકિંગ પણ શરુ થઈ ગઈ છે.