૩૦૦ કરોડની કમાણી કરવામાં પણ ટાઈગર-૩ને પરસેવો છૂટી ગયો

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઈગર ૩’ દિવાળીના અવસરે ૧૨મી નવેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ત્રીજા અઠવાડિયામાં ચાલી રહી છે. સલમાનની ફિલ્મ બે દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન કરવાની હતી, પરંતુ ફિલ્મને ૩૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચવામાં પણ ત્રણ અઠવાડિયા લાગી રહ્યા છે. જોકે, હજુ આ આંકડાને સ્પર્શવાનું થોડું અંતર બાકી છે, જે બે-ત્રણ દિવસમાં પૂર્ણ થશે. હાલમાં બીજા સપ્તાહની સરખામણીએ ત્રીજા સપ્તાહમાં ફિલ્મની કમાણીમાં થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે.

રિલીઝના પહેલા અઠવાડિયે આ ફિલ્મે ત્રણથી ચાર દિવસ સુધી સારી કમાણી કરી હતી પરંતુ ત્યાર બાદ ફિલ્મની કમાણીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, કમાણીના મામલામાં ફિલ્મની ગતિ હજુ થોડી ધીમી છે, પરંતુ આશા છે કે ફિલ્મ ટૂંક સમયમાં ૩૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી જશે, પરંતુ ફિલ્મ વિશ્વભરમાં સારી કમાણી કરી રહી છે. જ્યાં તે ૪૦૦ કરોડનો આંકડો પાર કરી ગઈ છે. જો સલમાન ખાન અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘ટાઈગર ૩’એ ૧૫મા દિવસે ૬.૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને સોમવારે ફિલ્મે ૨.૬૦ કરોડની કમાણી કરી હતી. હવે ૧૬ દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન ૨૭૩.૮ કરોડ થઈ ગયું છે. એવામાં હવે મેકર્સ અને ચાહકોને આશા છે કે ફિલ્મ થોડા દિવસોમાં ૩૦૦ કરોડનો આંકડો પાર કરી શકે છે.

અગાઉ,ફિલ્મે બીજા સપ્તાહમાં માત્ર રૂ. ૬૭.૨૨ કરોડની કમાણી કરી હતી અને પ્રથમ સપ્તાહમાં રૂ. ૧૮૭.૬૫ કરોડનો આંકડો પાર કર્યો હતો. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત સલમાનની ‘ટાઈગર ૩’ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. કમાણીના મામલામાં ભલે ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર ધીમી ચાલી રહી છે પરંતુ આ ફિલ્મે વિશ્વભરમાં જંગી કમાણી કરી છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. ૪૧૩.૭ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે ભારતની કુલ કમાણી રૂ. ૩૦૦ કરોડની આસપાસ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.