હાલ બેબી પ્લાનિંગ માટે રુબિના દિલૈકનો નથી વિચાર

ફિલ્મી દુનિયા

મુંબઈ, ટીવીની જાણીતી એક્ટ્રેસ અને રિયાલિટી શો બિગ બોસ ૧૪ની વિનર રુબિના દિલૈક હાલમાં તેની પર્સનલ લાઈફને લઈને ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે પતિ અભિનવ શુક્લા સાથે એક બિલ્ડિંગ બહાર જોવા મળી હતી. આ બિલ્ડિંગમાં મેટરનિટી હોસ્પિટલ પણ હોવાથી તે ખૂબ જલ્દી ગુડન્યૂઝ આપવાની હોવાની અટકળો ફેન્સે શરૂ કરી દીધી હતી. તેના પર પૂર્ણવિરામ મૂકતાં રુબિનાએ પતિ સાથેની એક તસવીર ટ્વિટર પર શેર કરી છે અને મસ્ત જવાબ આપ્યો છે. તેણે લખ્યું છે ‘ગર્ભધારણ વિશેની ગેરધારણા@ashukla09, કામના સંદર્ભમાં મીટિંગ માટે હા પાડતા પહેલા આપણે તે બિલ્ડિંગમાં કોઈ ક્લિનિક છે કે નહીં તે ચેક કરવું પડશે’.

આ સાથે તેણે લાફ્ટર ઈમોજી મૂકયા છે. રુબિના દિલૈકે જે રીતે જવાબ આપ્યો તે તેના ફેન્સને પસંદ આવ્યું. એક યૂઝરે લખ્યું ‘સુપર્બ રુબિના. શું જવાબ આપ્યો છે તે!! બોસ લેડી પાછી આવી છે’. એક યૂઝરે લખ્યું ‘હું આશા રાખું છું કે, લોકો આટલી અંગત વાતને લઈને પર્યાપ્ત છે, તે પછી મીડિયા હોય કે ફેન્સ, આશા છે કે તમે સારો ફેમિલી ટાઈમ એન્જોય કરી રહ્યા હશો’, એક ફેને લખ્યું હતું ‘આ લોકો એક વખત ગુડન્યૂઝ પણ આપશે. પરંતુ આ વખતે નહીં. અમે રાહ જોઈશું.

ત્યાં સુધી બંનેને તેમના નવા પ્રોજેક્ટ માટે ઓલ ધ બેસ્ટ’, એકે ફેને ઉત્સુકતા દર્શાવતા કહ્યું હતું ‘રુબિના અને અભિનવના બાળકની તો અમને પણ રાહ છે’. હાલમાં વાતચીત કરતાં રુબિના દિલૈકે કહ્યું હતું કે ‘મને પ્રોજેક્ટમાંથી સમય જ મળી રહ્યો નથી. છેલ્લા કેટલાક મહિનાથી મારું શિડયૂલ હેક્ટિક છે. હાલ બાળક વિશે વિચારવા માટે સમય નથી. અમે નજીકના ભવિષ્યમાં પરિવાર શરૂ કરવા અંગે કોઈ પ્લાનિંગ પણ કરી રહ્યા નથી. હાલ તો મારું ધ્યાન સારા કામ તરફ છે. રુબિના દિલૈક ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. તેણે સીરિયલ ‘છોટી બહુ’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે જીની ઔર જૂજૂ તેમજ પુર્નવિવાહ- એક નઈ ઉમ્મીદ જેવી સીરિયલોમાં જોવા મળી હતી. છેલ્લે તે ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’માં ટ્રાન્સજેન્ડરના રોલમાં દેખાઈ હતી. આ માટે તેને ખૂબ પ્રશંસા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.