કોરોના સંક્રમિત મોહેના કુમારી પરિવાર સહિત હોસ્પટલથી ઘરે પરત ફરી
મુંબઈ,
યે રિશ્તા કહેલાતા હૈ ફેમ ટીવી એક્ટ્રેસ અને ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજની વહુ મોહેના કુમારી સિંહ હોસ્પટલથી ઘર પહોંચી ગઈ છે. જ્યારે તેનો કોરોના ટેસ્ટ હજુ નેગેટિવ નથી આવ્યો. મોહેનાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. તેણે જણાવ્યું કે ૧૦ દિવસ સુધી હોસ્પટલમાં રહી પણ કોરોનવાઈરસ સામેની જંગ હજુ ચાલુ છે. મોહેનાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, હું ઘરે પરત આવી ગઈ છું. પણ અમે હજુ કોવિડ -૧૯ પોઝિટિવ છીએ. અમે સંપૂર્ણ રીતે આઇસોલેશનમાં છીએ. અમને નથી ખબર કે ટેસ્ટ નેગેટિવ આવવામાં કેટલો સમય લાગશે. અમે ૧૦ દિવસ સુધી હોસ્પટલમાં રહ્યા અને સંભવતઃ તેના પાંચ દિવસ પહેલાં વાઇરસ મારી બોડીમાં આવ્યા હતા. મોહેનાએ આગળ લખ્યું કે, આશા છે કે અમને વાઇરસને હરાવવામાં થોડા દિવસનો સમય લાગશે પણ ત્યાં સુધી અમારે કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. હાલ તો અમે બધા સ્વસ્થ ફીલ કરી રહ્યા છીએ.
બધાના સપોર્ટ માટે ફરી એકવાર આભાર. મોહેના, તેના પતિ સુયશ, જેઠ-જેઠાણી અને ભત્રીજાને ૧૦ જૂને નેગેટિવ ટેસ્ટ આવ્યા ન હતા તેમ છતાં ઋષિકેશની એમ્સ હોસ્પટલમાંથી રજા આપી દેવાઈ. તેમને હોમ ક્વોરન્ટીનમાં મોકલી દેવામાં આવ્યા. તેના સસરા સતપાલ મહારાજ અને સાસુ અમૃતાનો ટેસ્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી તેમને હોસ્પટલમાં જ રાખવામાં આવશે. હોસ્પટલ ઓથોરિટીના જણાવ્યા મુજબ, બાકી સભ્યોને સરકારની નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ દરેક સભ્ય ૧૦ દિવસથી વધુ હોÂસ્પટલમાં રહ્યા અને શરૂઆતથી ટેસ્ટ પોઝિટિવ આવ્યા છતાં પણ તેમનામાં કોવિડના લક્ષણ દેખાયા ન હતા.