કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે : સુનિલ પાલ

ફિલ્મી દુનિયા

મુંબઈ, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેના નજીક મિત્ર અને કોમેડિયને એક વીડિયો દ્વારા તેના લેટેસ્ટ હેલ્થની અપડેટ આપી છે. તેમનું કહેવું છે કે, રાજુની તબિયતમાં રિકવરી થઈ રહી છે. તે સાથે તેને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરી છે. સુનીલે કહ્યું, મિત્ર કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવને લઈને જે અફવાઓ ફેલાવવામાં આવી છે તે ખોટી છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેના નજીક મિત્ર અને કોમેડિયને એક વીડિયો દ્વારા તેના લેટેસ્ટ હેલ્થની અપડેટ આપી છે. તેમનું કહેવું છે કે, રાજુની તબિયતમાં રિકવરી  થઈ રહી છે. તે સાથે તેને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરી છે. સુનીલે કહ્યું, મિત્ર કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવને લઈને જે અફવાઓ ફેલાવવામાં આવી છે તે ખોટી છે.

તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સુનીલ પાલ આગળ જણાવે છે કે, રાજુ જલ્દી આપણી વચ્ચે સ્વસ્થ અને મસ્ત થઈને પરત આવશે. આપણે બધાએ પ્રાર્થના કરતા રહેવું જાેઈએ. તમને બધાને નિવેદન છે કે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું જાેઈએ. રાજુના પરિવારના લોકોએ જણાવ્યું કે, બિગ બી અમિતાભ બચ્ચનને રાજુ શ્રીવાસ્તવને ફોન પર એક ઓડિયો મેસેજ મોકલ્યો છે. તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે- રાજુ ઉઠો, હવે બહુ થયું, હજી ઘણું કામ કરવાનું છે.

હવે ઊઠી જાઓ…અમને બધાને હસાવતા શીખવતા રહો. રાજૂના ઁઇર્ંના અનુસાર, બોડીમાં મૂવમેન્ટ વધી છે, પરંતુ બ્રેન રિસ્પોન્સ નથી કરી રહ્યું તે ચિંતાની વાત છે. રાજુ શ્રીવાસ્તવના ભત્રીજા કૌશલ શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમની હાલત સ્થિર છે. આંખ, હાથ અને ખભામાં મૂવમેન્ટ જાેવા મળી રહી છે. ડૉક્ટર્સની ટીમ પણ પોતાના તરફથી સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે.

ટ્રીટમેન્ટની પણ અસર જાેવા મળી રહી છે. બ્લડ પ્રેશર પણ તેમનું બરાબર છે. તેમજ ડૉક્ટર્સે રાજુ શ્રીવાસ્વની ફેમિલીને જણાવ્યું કે, રાજુ બધાના અવાજ સાંભળી શકે છે. એટલા માટે જેટલા લાંબા સમય સુધી પોતાના પ્રિયજનનો અવાજ સાંભળશે તેનું બ્રેન એટલું એક્ટિવ થશે. એટલા માટે રાજુને અમિતાભનો પણ અવાજ સંભળાવવામાં આવ્યો. રાજુ શ્રીવાસ્તવને હાર્ટ અટેક આવ્યા પછી દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું બ્રેન ડેમેજ થઈ ગયું છે. તેઓ ઘણા દિવસથી બેભાન છે. જાે કે હવે રિકવરી થઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.