કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન, ચાહકો ભાવુક થયા

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવુડના જાણિતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું દિલ્હી છૈંૈંસ્જીમાં સારવાર દરમિયાન મોત થયું છે. જીમમાં કસરત દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને છેલ્લા ૪૦થી વધુ દિવસથી તેઓ સારવાર હેઠળ હતા. તેમને ૧૦ ઓગસ્ટનથી જ દિલ્હીના છૈંૈંસ્જીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ વેન્ટિલેટર પર હતા અને ડોક્ટર્સે તેમને બચાવવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. ૫૮ વર્ષીય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું હાર્ટ અટેકના કારણે નિધન થયું. તેમને ૧૦ ઓગસ્ટે વર્કઆઉટ કરતા સમયે હાર્ટ અટેક આવ્યો હતો અને તાત્કાલિક દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં તેમની ડૉક્ટર્સે એન્જિયાપ્લાસ્ટી કરી હતી. જાેકે, તેમનું બ્રેન રિસ્પોન્સ કરતું નહોતું. પલ્સ પણ ૬૦-૬૫ની વચ્ચે હતા. રાજુ શ્રીવાસ્તવના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં આઘાત લાગ્યો છે. સેલેબ્સ નિધનના સમાચાર સાંભળીને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૬૩માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. રાજુએ ૧૯૮૮માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો. રાજુએ ૧૯૯૪માં ટીવી શો ‘ટી ટાઇમ મનોરંજન’માં કામ કર્યું હતું. રાજુને ખરી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. રાજુ પછી ‘ગજાેધર’થી લોકપ્રિય થયો હતો.

રાજુ છેલ્લે ૨૦૧૭માં ફિલ્મ ‘ફિરંગી’માં જાેવા મળ્યો હતો. ટીવીની વાત કરીએ તો તેણે છેલ્લે ૨૦૧૪માં ‘ગેંગ્સ ઑફ હસીપુર’ શોને હોસ્ટ કર્યો હતો. ૨૦૧૪માં રાજુએ કાનપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું. જાેકે ૧૧ માર્ચ, ૨૦૧૪ના રોજ રાજુએ ટિકિટ પરત કરી દીધી હતી. ત્યાર બાદ ૧૯ માર્ચ, ૨૦૧૪ના રોજ ભાજપમાં જાેડાયા હતા. હાલમાં રાજુ ઉત્તરપ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.