બોલિવુડના મહાનાયક બચ્ચન પરિવારે મુંબઈમાં 10 ફ્લેટ ખરીદ્યા

ફિલ્મી દુનિયા

બચ્ચન પરિવાર થોડા સમયથી ચર્ચામાં છે. આ વચ્ચે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને પોતાના રિયલ એસ્ટેટના રોકાણને લઈ ચર્ચામાં છે. બચ્ચન પરિવારે મુંબઈમાં એક , બે નહિ પરંતુ 10 ફ્લેટ ખરીદ્યા છે. રિપોર્ટ મુજબ તેમણે મુંબઈ વેસ્ટમાં 24.95 કરોડ રુપિયાની પ્રોપર્ટી ખરીદી છે. આ નવનિર્મિત એપાર્ટમેન્ટ ઓબેરોય રિયલ્ટીના પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઇટર્નિયાનો એક ભાગ છે, જે 3 BHK અને 4 BHK રેડી-ટુ-મૂવ-ઇન ફ્લેટ ઓફર કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ બચ્ચન પરિવારે મુંબઈમાં 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. આ ડીલમાં દરેક એપાર્ટમેન્ટમાં કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે.

આ પ્રોજેક્ટમાં કુલ 1.50 કરોડ રુપિયાની સ્ટેપ ડ્યુટી લગાવવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અભિષેક બચ્ચને આમાંથી 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. જેની કિંમત અંદાજે 14.77 કરોડ રુપિયા જણાવવામાં આવી રહી છે. જ્યારે અમિતાભ બચ્ચને 4 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. આ રોકાણોની સાથે પરિવારનું રિયલ એસ્ટેટમાં રોકાણ પણ વધ્યું છે. વર્ષ 2020માં મુંબઈ મહાનગરમાં સેલિબ્રિટી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનનો હિસ્સો 25% કરતા વધુ હતો. આ પરિવારે 2024માં રિયલ એસ્ટેટમાં 100 કરોડ રુપિયાથી વધારે રોકાણ કર્યું છે. જેમાં ઓશિવારા અને મગથાનેની પ્રોપર્ટી પણ સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.