બિગ બોસ ૧૪ નહીં રોકાય, સલમાન ખાન કરશે મોટી જાહેરાત

ફિલ્મી દુનિયા

મુંબઈ,
ટીવી પરના સૌથી વિવાદાસ્પદ પરંતુ લોકપ્રિય શો બિગ બોસની આગામી સિઝન એટલે કે બિગ બોસ ૧૪ અંગે જારદાર ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર તેની આગામી સિઝનની થીમ શું હશે તે અંગે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. આ શોમાં આ વખતે કોણ ભાગ લેશે તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. એવા પણ સમાચાર આવ્યા છે કે કોરોના અને લોકડાઉનને કારણે આ વખતે બિગ બોસ થોડા સમય માટે મુલતવી રખાશે. પરંતુ એવામાં એક માહિતી મળી છે. જે બિગ બોસના ફેન્સ માટે ખુશખબર કહી શકાય. એમ કહેવાય છે કે સલમાન ખાન ટૂંક સમયમાં બિગ બોસ ૧૪ અંગે જાહેરાત કરવાનો છે પરંતુ તેમાં  ટ્‌વસ્ટ હશે.
હકીકતમાં સલમાન ખાન હાલમાં તેના પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં રહે છે. લોકડાઉનમાં જે રીતે રાહત મળી રહી છે તેનાથી ફિલ્મ અને ટીવી સાથે સંકળાયેલા લોકો કાર્યરત થવા લાગ્યા છે. સલમાન ખાન પણ આ શો માટે આપેલા વચનને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ફાર્મ હાઉસમાંથી જ તે બિગ બોસ ૧૪ અંગે જાહેરાત કરે તેમ છે. બિગ બોસની ક્રિએટીવ ટીમ સાથે તે વાતચીત કરી રહ્યો છે. આ વર્ષે ઓક્ટોબરમાં બિગ બોસનો પ્રીમિયર યોજાય તેવા અહેવાલ છે. સલમાન અને તેની ટીમ સોશિયલ ડિસ્ટન્સંગનું પાલન કરીને આગામી બિગ બોસની થીમમાં ફેરફાર કરે તેવી શક્્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.