અનુપમામાં સેપરેશનના ટ્રેકથી ખુશ નહોતા બા અલ્પના બુચ
મુંબઈ, દર્શકો તરફથી સૌથી વધુ પ્રેમ મેળવનારી રુપાલી ગાંગુલી સ્ટારર સીરિયલ અનુપમામાં હાલમાં જ મોટો ટિ્વસ્ટ જાેવા મળ્યો હતો, જ્યારે ‘કિંજલ’ની પ્રેગ્નેન્સી દરમિયાન તેની સાથે ચીટિંગ કરતાં ‘તોષુ’ કોઈ અન્ય સાથે આડાસંબંધો રાખીને બેઠો હતો. આ વાતની જાણ જ્યારે ‘અનુપમા’ને થઈ ત્યારે તેણે દીકરાનો ચહેરો ઉઘાડો પાડ્યો હતો અને ‘કિંજલ’ને તેના ર્નિણયમાં સપોર્ટ આપ્યો હતો. ‘કિંજલે’ ‘તોષુ’ને ડિવોર્સ આપવાનું પ્લાનિંગ પણ કરી લીધું હતું. ‘અનુપમા’ અને ‘વનરાજ’ના કેસનું પુનરાવર્તન શાહ હાઉસમાં ફરી થયું. જાે કે, ‘અનુપમા’એ પોતાના સ્વાભિમાન માટે ડિવોર્સ લીધા હતા અને હાલ ‘અનુજ’ સાથે ખુશી લગ્નજીવન જીવી રહી છે.
સીરિયલમાં ‘બા’નું પાત્ર ભજવી રહેલા અલ્પના બુચે અનુપમા’માં સેપરેશનના ટ્રેક પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. બા ઉર્ફે અલ્પના બુચે સેપરેશનના ટ્રેક પર નારાજગી વ્યક્ત કરી હતી. ‘લીલા’ના દ્રષ્ટિકોણથી વાત કરતાં અલ્પના બુચે જણાવ્યું હતું કે, તમામ મહિલાઓ જે મહિલા સશક્તિકરણની વાત કરે છે તે એક રીતે પરિવારો તૂટવાનું કારણ છે. તેમને લાગે છે કે, જાે દરેક ઘરમાં આવી મહિલાઓ હશે તો પરિવાર ટકશે નહીં. એક્ટ્રેસે વધુમાં ઉમેર્યું હતું કે, ‘લીલા’નો એક જ ઉદ્દેશ છે અને તે છે પરિવારને ભેગો રાખવાનો. તેમણે ઉમેર્યું હતું કે, ‘તોષુ’એ ભૂલ કરી હોવાનું ‘લીલા’એ સ્વીકાર્યું હતું. આ સાથે તેમણે તેમ પણ કહ્યું હતું કે ‘કોઈ પણ સમસ્યાનો ઉકેલ ડિવોર્સ હોઈ શકે નહીં. અનુપમા સીરિયલમાં ‘બા’ના પાત્રને એકદમ રૂઢિચુસ્ત દેખાડવામાં આવ્યું છે.
જેના કારણે અલ્પના બુચ સોશિયલ મીડિયા પર ઘણીવાર ટ્રોલ પણ થતાં રહે છે. જાે કે, તેમણે પોતાના પાત્રનો બચાવ કરતાં કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ સામેવાળાની ભૂલને અવગણવી જાેઈએ નહીં. પરંતુ જાે તે વ્યક્તિ બીજી તક માગે તો તેને જરૂરથી આપવી જાેઈએ. બીજી તરફ, અલ્પના બુચે ‘બા’ને સ્વાર્થી કહ્યા હતા અને ઉમેર્યું હતું કે, તેમનું પાત્ર માત્ર તેમના માટે જ નહીં પરંતુ પરિવારની ખુશી માટે પણ સ્વાર્થી છે. સીરિયલ ‘અનુપમા’ના હાલના ટ્રેકની વાત કરીએ તો, રાખી દવેના બર્થ ડેની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. તેના જન્મદિવસને ખાસ બનાવવા માટે શાહ અને કપાડિયા પરિવારની તમામ મહિલાઓ રિસોર્ટમાં જાય છે જ્યારે પુરુષો ઘરે રહે છે. તેઓ જે રિસોર્ટમાં ગયા છે ત્યાં જ રાખી અને અધિક એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે પહોંચે છે. જાે કે, અનુપમા બંનેને પકડી પાડે છે.