ફિલ્મ બ્લેકની ચાઈલ્ડ અભિનેત્રી આયેશા કપૂર સુંદર દેખાય છે

ફિલ્મી દુનિયા

મુંબઈ, સંજય લીલા ભણસાળીની ફિલ્મ બ્લેકમાં રાની મુખરજીના બાળપણનું પાત્ર ભજવનાર છોકરી મિશેલ એટલે કે એક્ટ્રેસ આયેશા કપૂર હવે ઘણી મોટી થઈ ગઈ છે. ૨૦૦૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્લેક’ના લગભગ ૧૭ વર્ષ પછી તે હવે લીડ રોલ માટે તૈયાર છે. આયેશા હવે ફિલ્મ હરિ ઓમમાં જાેવા મળશે કે જેમાં તે અંશુમન ઝા સાથે રોમાન્સ કરતી જાેવા મળશે. એક્ટ્રેસ આયેશા કપૂરની ઉંમર અત્યારે ૨૮ વર્ષ છે. પોતાની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરતા એક્ટ્રેસ આયેશા કપૂરે કહ્યું કે, હું એક્ટિંગની દુનિયામાં પરત ફરતા ફિલ્મ હરિ ઓમના શૂટિંગ માટે ઘણી ઉત્સાહી છું. આ એક પારિવારિક ફિલ્મ છે,

જે દરેકના દિલને સ્પર્શી જશે. આ ફિલ્મમાં મને એક્ટર રઘુવીર યાદવ, સોની રાઝદાન સાથે કામ કરવાની તક મળશે. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં થશે. તારીખ ૧૩ સપ્ટેમ્બર, ૧૯૯૪ના દિવસે જન્મેલી એક્ટ્રેસ આયેશા કપૂરનો ઉછેર પુડુચેરીમાં થયો છે. તેના માતા જર્મન જ્યારે પિતા પંજાબી બિઝનેસમેન છે. તે અંગ્રેજી, જર્મન, તમિલ અને હિન્દી ભાષા બોલી શકે છે. તે વર્ષ ૨૦૨૦માં કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ છે. ફિલ્મ બ્લેકમાં ભજવેલા રોલ માટે તેની ખાસ્સી એવી પ્રશંસા થઈ હતી. જે માટે તેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

ત્યારબાદ તેણે વર્ષ ૨૦૦૯માં આવેલી ફિલ્મ સિકંદરમાં પણ રોલ કર્યો હતો. ફિલ્મ બ્લેક વર્ષ ૨૦૦૫માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને કુલ ૩ નેશનલ એવોર્ડ મળ્યા હતા કે જેમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર અને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનના એવોર્ડનો સમાવેશ થાય છે. બ્લેકમાં એક્ટર અમિતાભ બચ્ચન, રાની મુખરજી, શેરનાઝ પટેલ, આયેશા કપૂર મુખ્ય રોલમાં હતા. સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘બ્લેક’માં રાની મુખરજીના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. ‘બ્લેક’ના લગભગ ૧૭ વર્ષ પછી તે હવે લીડ રોલ માટે તૈયાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.