
પેરિસમાં અર્જુન-મલાઈકાને મળી ગયો અશનીર ગ્રોવર
મુંબઈ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હાલ પેરિસમાં છે. અર્જુન કપૂરનો ૩૭મો બર્થ ડે ઉજવવા માટે કપલ અહીં પહોંચ્યું હતું. અર્જુન કપૂરની બર્થ ડેની આગલી સાંજે કપલની મુલાકાત ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ ફેમ અશનીર ગ્રોવર સાથે થઈ હતી. ભારતપેના પૂર્વ કો-ફાઉન્ડર અશનીર ગ્રોવર હાલ પોતાના પરિવાર સાથે યુરોપમાં વેકેશન ગાળી રહ્યા છે.
ત્યારે તેમણે અર્જુન-મલાઈકા સાથે મુલાકાતની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અર્જુન અને મલાઈકાની વચ્ચે ઊભેલા અશનીર ગ્રોવર ખુલીને સ્માઈલ કરતાં જાેવા મળી રહ્યા છે. અશનીરે ફોટો શેર કરતાં લખ્યું, “બર્થ ડે બોય અર્જુન કપૂર અને મનમોહક મલાઈકા અરોરા સાથે પેરિસમાં. તેઓ ખૂબ દયાળુ અને પ્રેમાળ છે.” ફોટોમાં જાેઈ શકો છો કે, અર્જુન કપૂરે બ્લૂ ટી-શર્ટ, બ્લેક ડેનિમ્સ અને બ્લેક બ્લેઝર પહેર્યું છે. જ્યારે મલાઈકા અરોરા નિયોન રંગના ડ્રેસમાં જાેવા મળી રહી છે.
અર્જુન કપૂરના બર્થ ડે પર તેને શુભકામના આપતાં પણ અશનીરે તેની સાથેની એક તસવીર શેર કરી હતી. અર્જુન સાથેનો ફોટો શેર કરતાં અશનીરે લખ્યું, “અર્જુન કપૂર સાચો કપૂર છે. ડેશિંગ, આકર્ષક અને ખૂબ રમૂજી. હેપી બર્થ ડે ડૂડ.” અર્જુને પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં અશનીરના ફેમસ ડાયલોગ ‘દોગલાપન’નો ઉપયોગ કર્યો હતો. અર્જુને લખ્યું, “ભાઈ, શું કરી રહ્યો છે તું ફોટો પોસ્ટ કરી દીધો અને શુભેચ્છા પણ આપી દીધી. આ બેવડાધોરણો નહીં સારી વાત છે. શુભેચ્છાઓ માટે આભાર.”
આ બંનેની તસવીર સાથે જાેઈને ફેન્સ મજેદાર કોમેન્ટ્સ કરવા લાગ્યા હતા. એક ફેને અર્જુનની ૨૦૧૪ની ફિલ્મ ‘ગુંડે’ને યાદ કરતાં કહ્યું, “ગુંડે રિટર્ન્સ.” અન્ય એક ફેને લખ્યું, ‘તેની સાથે ડીલ તો નથી કરી રહ્યા ને? દરમિયાન, અશનીર ગ્રોવર વીકએન્ડ પર ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ના અન્ય શાાર્ક અમન ગુપ્તાની દીકરી મિરાયાની બર્થ ડે પાર્ટીમાં ના જઈ શક્યો કારણકે તે પરિવાર સાથે યુરોપમાં છે. અમન ગુપ્તાની દીકરીની બર્થ ડે પાર્ટીમાં નમિતા થાપર, વિનિતા સિંહ, પિયૂષ બંસલ જેવા શાર્ક્સ હાજર રહ્યા હતા. અમને શેર કરેલી પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.