આર્યન ખાનને ક્રુઝ ડ્રગ્સ કેસમાં મળી ક્લીન ચીટ, NCB ચાર્જશીટમાં નથી નામ

ફિલ્મી દુનિયા

મુંબઈના પ્રખ્યાત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યનને મોટી રાહત મળી છે. એનસીબીની ચાર્જશીટમાં આર્યન ખાનને ક્લીનચીટ મળી છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ શુક્રવારે NDPS કોર્ટમાં ચાર્જશીટ સબમિટ કરી. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી. ડ્રગ્સના કેસમાં આર્યન સામે કોઈ પુરાવા મળ્યા નથી.

અરબાઝ મર્ચન્ટ આર્યન ખાનનો મિત્ર છે

મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને ક્રૂઝ ડ્રગ્સ કેસની ચાર્ટશીટમાં ક્લીનચીટ મળી નથી. બંનેને ડ્રગ્સના કેસમાં આરોપી તરીકે ગણાવવામાં આવ્યા છે. અરબાઝ મર્ચન્ટ સ્ટારકિડ આર્યન ખાનનો મિત્ર છે. ચાર્ટશીટમાં 6 લોકો સામે કોઈ પુરાવા ન હોવાનું લખવામાં આવ્યું છે. આર્યન ખાન, અવિન સાહુ, ગોપાલ જી આનંદ, સમીર સિંઘલ, ભાસ્કર અરોરા, માનવ સિંઘલ એવા લોકોમાં સામેલ છે જેમની વિરુદ્ધ પુરાવા મળ્યા નથી. બાકીના 14 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમને ક્લીનચીટ મળી નથી. હવે આ 14 લોકો સામે કેસ શરૂ કરવામાં આવશે.

કોર્ડેલિયા ક્રુઝ જહાજ પર દરોડા પાડવામાં આવ્યા હતા

જે 14 લોકો સામે આરોપ ઘડવામાં આવ્યા છે તેમાં અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, વિક્રાંત છોકર, મોહર જયસ્વાલ, ઈસ્મીત સિંહ ચઢ્ઢા, ગોમિત ચોપરા, નુપુર સતીજા, અબ્દુલ કાદર શેખ, શ્રેયસ નાયર, મનીષ રાજગડિયા, અચિત કુમાર, ચિન્દુ ઈગ્વે, શિવરાજ હરિજન અને ઓકોરો એ ઉઝેઓમાનું નામ સામેલ છે. 2 ઓક્ટોબર 2021ના રોજ, NCB દ્વારા કોર્ડેલિયા ક્રુઝ જહાજ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આર્યન ખાન 28 દિવસ જેલમાં રહ્યો હતો

NCBને ક્રુઝ શિપ પર રેવ પાર્ટી વિશે માહિતી મળી હતી. આ પછી ક્રુઝ શિપમાંથી આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે તેઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ લોકો અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાન 28 દિવસ જેલમાં રહ્યો હતો. શાહરૂખ ખાન અને તેની કાનૂની ટીમે પુત્રને છોડાવવા માટે તમામ તાકાત લગાવી હતી.

આર્યન પર ડ્રગ્સનો વેપાર કરવાનો આરોપ હતો

NCBએ આર્યન પર આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સનો વેપાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, એનસીબી દ્વારા આર્યન પાસેથી ડ્રગ્સ મળી આવ્યું ન હતું. એનસીબીને આર્યનના મિત્ર અરબાઝ મર્ચન્ટ પાસેથી ડ્રગ્સ મળ્યું હતું. ધરપકડ બાદ આર્યન ખાનને NCBની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ઘણા દિવસો સુધી આર્થર રોડ જેલમાં રહ્યો હતો. દરમિયાન તેની જામીન અરજી વારંવાર નામંજૂર થતી રહી હતી. આર્યન ખાનને ઘણી મહેનત પછી 30 ઓક્ટોબરે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.