આરાધ્યા બચ્ચન અને અબરામ ખાનની જાડી જામે?

ફિલ્મી દુનિયા

મુંબઇ,
બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને કાજાલની જાડીને સૌથી વધુ પસંદ કરતી ઓનસ્ક્રીન જાડીઓમાં એક છે. એક ચેટ શોમાં શાહરૂખ ખાનને કાજાલ સાથેની જાડીનું રિપ્લેસમેન્ટ દીપિકા પદૂકોણ -રણવીર સિંહ, રણબીર કપૂર – દીપિકા પદૂકોણ, આલિયા ભટ્ટ – સિદ્ધાર્થ મલ્હોત્રા, ફવાદ ખાન – સોનમ કપૂરની જાડીઓમાંથી કોઈ એક જાડીનું નામ સૂચવવા કહેવાયું હતું.
તેના જવાબમાં શાહરૂખ ખાને જણાવ્યું હતું કે તેનો દીકરો અબરામ ખાન અને અભિષેક બચ્ચન-ઐશ્ર્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન જ આ જાડીનું રિપ્લેસમેન્ટ હોઈ શકે. જાકે અબરામ ઉંમરમાં આરાધ્યા કરતા નાનો છે. એ બાબતે શાહરૂખનું માનવું છે કે પ્યારને કોઈ ઉંમર નથી હોતી.
આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા અમિતાભ બચ્ચન જણાવે છે કે, હું શાહરૂખ ખાનની વાતથી સહમત નથી, પણ તેમની વાતો સાચી પણ થઇ શકે. આરાધ્યા બચ્ચન અને અબરામ ખાન ચર્ચિત સ્ટાર કિડ્‌સ છે. તેઓ જ્યારે પણ બહાર જાય છે ત્યારે લોકો તેમની તસવીર લેવા ઉમટી પડે છે. બંને બાળકો હંમેશાં પોતાના સ્ટાર માતા-પિતા સાથે શૂટિંગમાં અથવા વેકેશન પર જતા હોય છે. આરાધ્યા તેની માતા ઐશ્ર્વર્યા રાય અને અબરામ એના પિતા શાહરૂખ ખાન સાથે હંમેશાં નજરે પડતો હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.