અંકિતા પહેલી કરવા ચોથ પર દુલ્હનની જેમ તૈયાર થઈ
મુંબઈ, દરેક સ્ત્રી માટે લગ્ન બાદના દરેક પહેલા તહેવાર ખાસ હોય છે. ગુરુવારે (૧૩ ઓક્ટોબર) પરિણીત મહિલાઓએ તેમના પતિ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું અને રાતે ચંદ્ર જાેયા બાદ ઉપવાસ ખોલ્યો હતો. ‘પવિત્ર રિશ્તા’ ફેમ અંકિતા લોખંડે માટે પણ લગ્ન બાદની આ પહેલી કરવા ચોથ ખાસ બની રહી હતી. તેણે આ દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. આટલું જ નહીં અંકિતાએ યુવિક ચૌધરી, શ્રદ્ધા આર્યા, દિવ્યાંકા ત્રિપાઠી, અર્પણા દીક્ષિત, મોનાલિસી તેમજ આરતી સિંહ સહિતની ઈન્ડસ્ટ્રીની ફ્રેન્ડ્સને પણ પોતાના ઘરે આમંત્રિત કરી હતી અને જાત-જાતના ભોજન જમાડ્યા હતા તેમજ મનોરંજન પૂરું પાડ્યું હતું.
કરવા ચોથ પર અંકિતા લોખંડે અને વિકી જૈને તેમના ઘરની સુંદર સજાવટ કરી હતી તો તેઓ પણ દુલ્હા-દુલ્હનની જેમ તૈયાર થયા હતા. અંકિતા લોખંડેએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કરવા ચોથની ઉજવણીનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે વર્ક કલરે સુંદર સાડીમાં જાેવા મળી રહી છે, તો વિકીએ સિમ્પલ શેરવાની પહેરી. આ સાથે તેણે લખ્યું છે ‘આજે પતિ માટે ચંદ્રની પૂજા અને ઉપવાસ રાખનારી દુનિયાની તમામ દેવીઓને શુભેચ્છા. તમારી દરેક ઈચ્છાઓ પૂરી થાય. હેપ્પી કરવા ચોથ. સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેના કરવા ચોથની ઉજવણીના અંદરના વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં તે લાલ કલરની લહેંગા-ચોલીમાં જાેવા મળી રહી છે.
આ સાથે તેણે મેચિંગ ચૂડલો પહેર્યો છે. ઓવરઓલ લૂકમાં તે સુંદર લાગી રહી છે. તો બીજી તરફ, પતિ વિકી જૈને બેઝ કલરનો કૂર્તો અને કોટી પહેરી છે. એક વીડિયોમાં ચંદ્રની પૂજા કર્યા બાદ વિકી અંકિતાને પાણી પીવડાવીને ઉપવાસ ખોલાવતો જાેઈ શકાય છે. આ સિવાય એક ક્લિપમાં અંકિતા અને વિકીના ઘરમાં કરવામાં આવેલી ફૂલોની સજાવટની ઝલક છે. આખો દિવસ ઉપવાસ રાખ્યો હોવા છતાં અંકિતા લોખંડે સહેજ પણ થાકી નહોતી. તેણે ડાન્સ અને ગીતો ગાઈને તેના ઘરે આવેલા મહેમાનોને મનોરંજન પૂરું પાડ્યું હતું.
એક વીડિયોમાં તેને ‘આઓ હૂઝુર આઓ’ ગીત ગાતી સાંભળી શકાય છે. એક વીડિયોમાં તે ઘૂમર ડાન્સ કરી રહી છે. તેણે એક સોન્ગ પતિ વિકીને સમર્પિત કર્યું હતું અને તેના ખોળામાં બેસીને ગાવા લાગી હતી. વિકી પણ સોન્ગ સાંભળીને હસવાનું રોકી શક્યો નહોતો. જણાવી દઈએ કે, આશરે ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ અંકિતા અને વિકીએ ડિસેમ્બર, ૨૦૨૧માં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા.