અંજલી અરોરાનો એમએમએસ લીક થયો હોવાનો ખુલાસો

ફિલ્મી દુનિયા

નવીદિલ્હી, સોશિયલ મીડિયા પર એક એમએમએસ વિડીયો લીક થઈ ગયો છે, જેમાં અંજલી અરોરા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અભિનેત્રીએ આ વિડીયોને નકલી વિડીયો ગણાવ્યો છે. તેણે જણાવ્યું કે, કેટલાક લોકો વ્યૂઝ મેળવવા માટે આ પ્રકારના કામ કરે છે. અંજલીનો અન્ય એક વિડીયો પણ વાયરલ થયો છે. અંજલીએ આ વિડીયો અંગે કબૂલ કર્યું છે કે, તે પૈસા માટે એક રશિયન યુવક સાથે પાર્ટી કરવા માટે ગઈ હતી. સ્સ્જી વિડીયો લીક થવા દરમિયાન અંજલીનો જૂનો વિડીયો સામે આવ્યો છે. તે કંગના રનૌતના શો લોકઅપનો વિડીયો છે, જેમાં અંજલીએ ભાગ લીધો હતો. વિડીયોમાં કંગના અંજલીને તેનું સિક્રેટ પૂછે છે. આ સવાલ પર અંજલી અરોરા જણાવે છે કે, ‘હું ડિસેમ્બરમાં રશિયા ગઈ હતી. હું અત્યાર સુધી કોઈપણ રિલેશનશીપમાં રહી નથી.

તેને રશિયાની એક હોટલનારિસેપ્શનિસ્ટ સાથે અટ્રેક્શન હતું. તેણે રિસેપ્શનિસ્ટ પાસેથી ૫,૦૦૦ રૂબલ્સ લીધા હતા. તે સમયે સેટરડે નાઈટ હતી. તેણે મને તે રાત્રે પાર્ટી માટે ઓફર કરી. મને પૈસા જાેઈતા હતા, તો મેં પૈસા માંગી લીધા અને તેણે મને પૈસા આપ્યા. ત્યારબાદ અમે રાત્રે પાર્ટીમાં ગયા હતા. ખબર નહીં તેને જાેઈને મારા મમ્મી પપ્પા શું જજ કરશે.

આ અંગે મેં મારા કોઈપણ મિત્રને પણ જણાવ્યું નથી.’ ઇન્સ્ટાગ્રામ પર અંજલિ અરોરાના લગભગ ૧૧ મિલિયન ફોલોઅર્સ છે. આ દરમિયાન અંજલિએ અન્ય બાબતે જણાવ્યું કે, જ્યારે ‘હું ૧૧મા ધોરણમાં હતી ત્યારે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં અંજલિ અરોરા એ કહ્યું, “હું શરૂઆતથી જ મારા ભાઈ સાથે ભણી છું. મારો ભાઈ પણ બીજા ભાઈઓની જેમ ખૂબ જ પ્રોટેક્ટીવ હતો. એક દિવસ જ્યારે મારો ભાઈ મારી સાથે ન હતો, ત્યારે હું પહેલી વાર ટ્યુશન બંક કરીને મારા મિત્રો સાથે હુક્કો પીવા ગઈ હતી. મારા ભાઈના કેટલાક મિત્રોએ મને કેફેમાં જાેઈ અને તે લોકોએ મારા ભાઈને આ વાત કહી.

ત્યારબાદ તે કેફેમાં આવ્યો અને મને લાફો માર્યો અને ઘરે લઈ ગયો. આ વાત તેણે પિતાને પણ જણાવી હતી અને મારા પિતાએ પણ મને મારી હતી. પછી હું મારા રૂમમાં ગઈ, દરવાજાે બંધ કરીને ફિનાઈલ પીધું, એક કલાક પછી મારા ભાઈએ દરવાજાે ખોલ્યો અને મને હોસ્પિટલ લઈ ગયો.’સોશિયલ મીડિયાથી કંગના રનૌતના શો સુધીની સફર કરનાર ઈન્ફ્લુઅન્સર અંજલી અરોરાનો એક વિડીયો ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. અંજલીના ડાન્સ વિડીયો અને રીલ્સ વાયરલ થતા રહે છે, પરંતુ અંજલીનો જે વિડીયો વાયરલ થયો છે તેના કારણે તે ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વિડીયો તેના માટે ચિંતાનો વિષય બની શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.