OTT પ્લેટફોર્મ અને કાર્ટૂન નેટવર્ક પર ‘દબંગ’ની એનિમેટેડ સિરીઝ રિલીઝ થઈ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ રાધે ર્ં્‌્‌ પ્લેટફોર્મ ઝી૫ પર રિલીઝ થઈ પણ ભાઈજાનની મૂવી દર્શકોના દિલ જીતવામાં સફળ ના રહી. સલમાનની ફિલ્મ દબંગ દર્શકોને ઘણી ગમી હતી અને તેનું કેરેક્ટર ચુલબુલ પાંડે આજે પણ લોકો યાદ કરે છે. હવે આ કેરેક્ટર કાર્ટૂન તરીકે બાળકોને એન્ટરટેઈન કરશે. સલમાને બાળકો માટે ફિલ્મને એનિમેટેડ સિરીઝમાં ફેરવી છે. વર્ષ ૨૦૧૦માં દબંગ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ સોનાક્ષી સિંહાની ડેબ્યુ ફિલ્મ હતી.
ચુલબુલ પાંડે હવે કાર્ટૂન કેરેક્ટરમાં ટીવી અને ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર જાેવા મળશે. છેલ્લા ઘણા સમયથી દબંગ એનિમેટેડ સિરીઝ લોન્ચિંગની ચર્ચાઓ થઈ રહી હતી, હવે આ વિશે સલમાને જ જાહેરાત કરીને પુષ્ટિ કરી છે. એક્ટરે સોશિયલ મીડિયામાં લખ્યું, બચ્ચો સે યાદ આયા, સ્વાગત નહીં કરોગે હમારા? ચુલબુલ પાંડે લેન્ડ હો રહા હૈ. ડિઝની પ્લસ હોટ સ્ટાર ફૈંઁ પે, વહી એક્શન, વહી મસ્તી, લેકિન એક નયે અવતાર મેં.
કાર્ટૂન સિરીઝમાં સલમાન ઉપરાંત સોનાક્ષી સિંહા અને સોનુ સૂદનું કેરેક્ટર પણ છે. એનિમેટેડ સ્ટુડિયો કોસ્મોસ-માયાને ફિલ્મની એનિમેટેડ સિરીઝ પ્રોડ્યુસ કરવા દરેક રાઈટ્‌સ આપ્યા છે. દબંગ ફ્રેન્ચાઈઝીના પ્રોડ્યુસર અરબાઝ ખાને આ વિશે વાત જણાવ્યું કે, દબંગની એક ખાસ વાત એ છે કે આ ફેમિલી એન્ટરટેઈનમેન્ટ સિરીઝ છે. આથી જ ફિલ્મનું એનિમેટેડ વર્ઝન લોન્ચ કરવાનો ર્નિણય લીધો.
દબંગ એનિમેટેડ સિરીઝ ૩૦ મેના રોજ સવારે ૧૦ વાગ્યે ડિઝની પ્લસ હોટસ્ટાર ફૈંઁ પર સ્ટ્રીમ કરી છે. આ ઉપરાંત દબંગ-ધ એનિમેટેડ સિરીઝ ૩૧ મેથી રોજ બપોરે ૧૨ વાગ્યે કાર્ટૂન નેટવર્ક ચેનલ પર આવશે. દબંગ એનિમેટેડ સિરીઝમાં ચુલબુલ પાંડેને બાળકો સાથે રમતો, નાચતો, ગાતો અને વિલનને મારતો જાેઈ શકાય છે.
દબંગ કોઈ પ્રથમ હિન્દી ફિલ્મ નથી જેનું એનિમેટેડ વર્ઝન બન્યું હોય, આની પહેલાં પણ બોલિવૂડ ફિલ્મ્સ આ લિસ્ટમાં જાેડાઈ ગઈ છે. ડિસ્કવરી કિડ્‌સ ચેનલે ફુકરે બોય્ઝ શોની જાહેરાત કરી હતી. આ શો પોપ્યુલર હિન્દી ફિલ્મ ‘ફુકરે’નું એનિમેટેડ વર્ઝન હતું. અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ’નું કાર્ટૂન વર્ઝન લિટલ સિંઘમ નિક કાર્ટૂન ટીવી ચેનલ પર આવતું હતું. રોહિત શેટ્ટીની કોમેડી ફ્રેન્ચાઈઝ ગોલમાલનું કાર્ટૂન વર્ઝન ‘ગોલમાલ ત્નિ’ પણ આવી ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.