અનન્યા પાંડે ઈટલીમાં વેકેશન મનાવવા પહોંચી

ફિલ્મી દુનિયા

મુંબઈ,અનન્યા પાંડે ઘણા સમયથી લાઈગરના પ્રમોશનમાં વ્યસ્ત હતી પરંતુ હવે ફિલ્મ રિલીઝ થઈને ફ્લોપ પણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સ્ટ્રેસને દૂર કરવા માટે અનન્યા પાંડે ઈટલી વેકેશન મનાવવા ગઈ છે. અનન્યા પાંડે અત્યારે વેકેશન પર છે અને તે પણ ભારતની બહાર ઈટલીના કેપરીમાં જ્યાં તે એન્જાેય કરતી જાેવા મળી રહી છે.

તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના હોલિડેની ખાસ તસવીર શેર કરી છે, જેમાં તે ક્યારેક આઈસ્ક્રીમની મજા માણતી જાેવા મળે છે તો ક્યારેક બિકિની પહેરી સમુદ્ર કિનારે ચિલ કરી રહી છે. અનન્યાએ જેવી સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરી કે તરત વાયરલ થઈ ગઈ. અનન્યાએ જેવી સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરી કે તરત વાયરલ થઈ ગઈ. અનન્યા ગ્રીન બિકિની પહેરી સનબાથ કરતી જાેવા મળી રહી છે. સાથે જ ફ્લોન્ટ કરી રહી છે પોતાના પરફેક્ટ એબ્સ. તમને જણાવી દઈએ કે, હાલમાં અનન્યા પાંડેની લાઈગર રિલીઝ થઈ હતી જે ખરાબ રીતે ફ્લોપ રહી છે. બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ન ચલાવી શકી.

આ ફિલ્મની એવી હાલત થઈ ગઈ કે વિજય દેવરાકોંડા અને અનન્યા બંનેને અંદાજાે પણ નહોતો. અત્યારે તે આ સ્ટ્રેસને દૂર કરવા માટે વેકેશન પર ગઈ છે. અનન્યા પાંડેની આગામી ફિલ્મની વાત કરીએ તો તે ખો ગયે હમ કહા ટાઈટલ્ડ મૂવીમાં જાેવા મળશે. આ ફિલ્મમાં અનન્યાની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ પણ જાેવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.