ફેન્સને મળતા પહેલા જૂતા ઉતારે છે અમિતાભ બચ્ચન

ફિલ્મી દુનિયા

મુંબઈ, મુંબઈ શહેરના જાેવાલાયક સ્થળોની જ્યારે યાદી તૈયાર થાય તો તેમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને અમિતાભ બચ્ચનના નિવાસસ્થાનને પણ સામેલ કરવામાં આવે છે. શાહરુખ ખાનના ઘરની બહાર હંમેશા જ ફેન્સની ભીડ જાેવા મળતી હોય છે. મુંબઈ ફરવા આવેલા લોકો પણ મન્નત જઈને ફોટો પડાવતા હોય છે. અમિતાભ બચ્ચનના ઘરની બહાર પણ કંઈક આવો જ માહોલ હોય છે. બિગ બી ઘણી વાર ફેન્સને મળવા બહાર આવતા હોય છે.

રવિવારના રોજ ખાસકરીને ભીડ વધારે હોય છે કારણકે બિગ બી ત્યારે બહાર આવીને ફેન્સને મળતા હોય છે. પરંતુ અમિતાભ બચ્ચનનું પોતાનું એવુ કહેવું છે કે હવે ઘરની બહાર ભીડ ઘટવા લાગી છે. તેમણે પોતાના બ્લોગમાં આ પ્રકારની ઘણી રસપ્રદ વાતો જણાવી છે. દર રવિવારની જેમ આ રવિવાર એટલે કે ૩૦મી ઓક્ટોબરના રોજ પણ ફેન્સ અમિતાભ બચ્ચનના ઘરની બહાર ભેગા થયા હતા અને બિગ બી પણ તેમને મળવા બહાર નીકળ્યા હતા. ફેન્સને મળતા પહેલા તેમણે પોતાના જૂતા ઉતાર્યા હતા. અમિતાભ બચ્ચને આમ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે ફેન્સ સાથેની મુલાકાત તેમના માટે ભક્તિ છે. તેમના માટે ફેન્સ ઘણું મહત્વ ધરાવે છે. અમિતાભ બચ્ચને ફેન્સ દ્વારા આપવામાં આવેલી ભેટની તસવીરો પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન અમિતાભ બચ્ચને ફેન્સને મળવાનુ બંધ કરી દીધુ હતું. પરંતુ સ્થિતિ સામાન્ય થયા પછી અમિતાભ બચ્ચને એપ્રિલ ૨૦૨૨થી ફેન્સને મળવાની શરુઆત કરી હતી. બ્લોગમાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે, ધીરે ધીરે ફેન્સની ભીડ હવે ઘટી રહી છે.

અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું કે, મેં જાેયું કે હવે ફેન્સની ભીડ ઘટવા લાગી છે. સંખ્યામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે અને લોકોનો ઉત્સાહ પણ ઘટી રહ્યો છે. લોકો પહેલા ખુશીથી ચીસો પાડવા લાગતા હતા, તેનું સ્થાન હવે મોબાઈલ કેમેરાએ લઈ લીધું છે. આનાથી સાબિત થાય છે કે હવે સમય બદલાઈ ગયો છે અને કંઈ પણ હંમેશા માટે નથી રહેતું. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ૮૦ વર્ષની ઉંમરે પણ ખૂબ કામ કરી રહ્યા છે. આ વર્ષે તે બ્રહ્માસ્ત્ર, ચૂપ, રનવે ૩૪, ઝુંડ, રાધે શ્યામ અને ગુડબાય જેવી ફિલ્મોમાં જાેવા મળ્યા હતા. હવે તેમની ફિલ્મ ઊંચાઈ રીલિઝ થવાની છે. ત્યારપછી તે ગણપત, ઘૂમર, ધ ઉમેશ ક્રોનિકલ્સ, બટરફ્લાય અને પ્રોજેક્ટ કેમાં જાેવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.