અમિતાભ બચ્ચને રિશી કપૂરની જૂની તસવીર શૅર કરીને તેમની જેમ ગીત પર લિપ સિંક કોઈ ના કરી શકે

ફિલ્મી દુનિયા

મુંબઈ,
અમિતાભ બચ્ચને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક જૂની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સ્વર્ગીય એક્ટર રિશી કપૂર, કરન જાહર, ગણેશ હેગડે તથા અભિષેક બચ્ચન જાવા મળે છે. અમિતાભે આ તસવીર શૅર કરીને હતું, કોઈ પણ વ્યક્ત રિશી કપૂરની જેમ પૂર્ણ રીતે ગીત પર લિપ સિંક કરી શકે નહીં. તમે જુઓ તેમના એક્સપ્રેશનમાં કેટલું પેશન છે. ખાસ વાત એ છે કે આ ઉંમરમાં પણ તેઓ આ કાર્યક્રમમાં એકદમ રિયલ લાગી રહ્યાં છે.
અમિતાભ બચ્ચને જે તસવીર શૅર કરી છે તે વર્ષ ૨૦૧૫માં પ્રસારિત થતાં ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલાજા’ની આઠમી સિઝનની છે. આ શોમાં રિશી તથા અભિષેક બચ્ચને ફિલ્મ ‘ઓલ ઈઝ વેલ’નું પ્રમોશન કર્યું હતું. શોમાં રિશી કપૂરે ‘ઓમ શાંતિ ઓમ’ ગીત પર ડાન્સ કર્યો હતો. શોના જજ કરન જાહર, શાહિદ કપૂર, ગણેશ હેગડે તથા લૌરેન હતાં. ૩૦ એપ્રિલના રોજ રિશી કપૂરનું એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પટલમાં નિધન થયું હતું. ૬૭ વર્ષીય રિશી કપૂરને છેલ્લાં બે વર્ષથી લ્યૂકેમિયા હતું.
અમિતાભ સાથે તેમની મિત્રતા પાંચ દાયકા જૂની હતી. બંનેએ ફિલ્મ ‘કભી કભી’, અમર અકબર એન્થની’, ‘નસીબ’, ‘કુલી’, ‘અજૂબા’ તથા ‘૧૦૨ નોટ આઉટ’માં કામ કર્યું હતું. રિશી કપૂરના નિધન બાદ અમિતાભે કે તે ક્્યારેય રિશીને મળવા હોસ્પટલ ગયા નહોતાં. તેઓ સંકટ સમયે તેમનો ચહેરો જાઈ શકે તેવી સ્થતિમાં નહોતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.