આલિયાએ બહેન શાહીન સાથે ઉડાવી ચાટ-પાણીપુરીની જયાફત

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ પોતાના પ્રેગ્નેન્સી પીરિયડને માણી રહી છે. પ્રેગ્નેન્સીમાં મહિલાઓને અલગ-અલગ વસ્તુઓ ખાવાની ઈચ્છા જાગે છે. કોઈને કંઈક તીખું કે ગળ્યું ખાવાનું મન થાય તો કોઈને ખાટું કે ચટપટું. મોમ-ટુ-બી આલિયા ભટ્ટ ખાટી-મીઠી ચટણીઓથી બનેલી ચાટ અને મોંમાં પાણી લાવી દેતી પાણીપુરી ખાને પોતાની પ્રેગ્નેન્સી ક્રેવિંગ્સ સંતોષી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી આલિયા ભટ્ટે પાણીપુરીની પુરી અને ચાટની તસવીરો શેર કરતાં ફેન્સને બતાવ્યું છે કે, તે પ્રેગ્નેન્સીમાં સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણી રહી છે. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બે તસવીરો શેર કરી છે.

જેમાંથી એકમાં તેના હાથમાં અડધી પુરી દેખાઈ રહી છે. આલિયાએ આ તસવીર શેર કરતાં લખ્યું, ‘પુરીની શક્તિ.’ બીજી તસવીરમાં સ્વાદિષ્ટ ચાટ દેખાઈ રહી છે. આ ફોટો શેર કરતાં આલિયાએ લખ્યું, શાહીન સાથે ચાટ ડે. બેસ્ટ ડે છે.” મોમ-ટુ-બી આલિયા પોતાની બહેન શાહીન સાથે પાણીપુરી અને ચાટની જયાફત ઉડાવી રહી છે. થોડા દિવસો પહેલા જ આલિયા ભટ્ટને પિઝા ખાવાની ઈચ્છા જાગી હતી. ત્યારે તેણે ફેન્સ પાસેથી સૂચનો માગ્યા હતા કે મુંબઈના શ્રેષ્ઠ પિઝા ક્યાં મળે છે. જેના થોડા દિવસ પછી જ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ આલિયા માટે પિઝા મોકલ્યા હતા. આલિયાએ ધરાઈને પિઝા ખાધા હતા અને મોકલવા માટે શિલ્પાનો આભાર પણ માન્યો હતો. આલિયા ભટ્ટે એક્ટર રણબીર કપૂર સાથે ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ લગ્ન કર્યા હતા.

લગ્નના બે મહિના બાદ એટલે કે જૂનમાં આલિયાએ પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન પણ આલિયા સતત કામ કરી રહી છે. શૂટિંગથી માંડીને ફિલ્મ પ્રમોશનમાં આલિયા વ્યસ્ત જાેવા મળી હતી. ગત સપ્તાહે જ આલિયા ટાઈમ ૧૦૦ ઈમ્પેક્ટ અવોર્ડમાં ભાગ લેવા આલિયા સિંગાપોર ગઈ હતી. જ્યાંથી આવ્યા બાદ આલિયાનું સીમંત યોજાયું હતું. જેમાં કપૂર અને ભટ્ટ પરિવારના સભ્યો ઉપરાંત ફિલ્મમેકર કરણ જાેહર, ડાયરેક્ટર અયાન મુખર્જી અને આલિયાની બહેનપણીઓ હાજર રહી હતી.

વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા ભટ્ટ હવે કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં જાેવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ તેણે પ્રેગ્નેન્સી દરમિયાન જ પૂરું કર્યું છે. ઉપરાંત ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે જાેવા મળશે. ‘હાર્ટ ઓફ સ્ટોન’ થકી આલિયા હોલિવુડમાં ડેબ્યૂ કરશે. આ એક્શન ફિલ્મનું શૂટિંગ આલિયાએ પ્રેગ્નેન્સીના શરૂઆતના મહિનાઓમાં કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.