રૂપાલી ગાંગુલીનો માનેલો ભાઈ છે અક્ષય કુમાર

ફિલ્મી દુનિયા

મુંબઈ, રક્ષાબંધનના તહેવારને આડે માત્ર એક જ દિવસની વાર છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહનું આ પર્વ દરેક માટે ખાસ હોય છે. આવતીકાલે (૧૧ ઓગસ્ટ) દરેક બહેન તેના ભાઈના ઘરે જશે અને રાખડી બાંધી, મોં મીઠું કરાવીને તેના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના કરશે. જાે કે, સીરિયલ ‘અનુપમાની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ અગાઉ જ રક્ષાબંધન ઉજવી કાઢી જ્યારે તેને લાંબા સમયથી સંપર્ક ગુમાવનારો ભાઈ ફરીથી મળ્યો. એક્ટ્રેસનો તે ભાઈ બીજાે કોઈ નહીં પરંતુ અક્ષય કુમાર છે.

વાત એ છે કે, અક્કીની ફિલ્મ રક્ષાબંધન રિલીઝ થવા જઈ રહી છે અને તે ઓનસ્ક્રીન બહેનો સાથે ‘રવિવાર વિથ સ્ટાર પરિવાર’ના સેટ પર પહોંચ્યો હતો. એક્ટરને ત્યાં જાેઈને રૂપાલી ખુશ-ખુશ થઈ ગઈ હતી અને રાખડી બાંધી હતી. ભાગ્યે જ કોઈને જાણ હશે કે, બંનેનો આ ભાઈ-બહેનનો સંબંધ ૩૦ વર્ષ જૂનો છે. શો દરમિયાન અક્ષય કુમાર સાથેના જૂના કનેક્શનને યાદ કરતાં રૂપાલી ગાંગુલીએ જણાવ્યું હતું કે, ‘અક્ષય કુમાર અમારા માટે પરિવારનો ભાગ છે. મારા પિતાએ તેને શરૂઆતના દિવસોમાં સાઈન કર્યો હતો અને આ રીતે અમે એકબીજાને ઓળખીએ છીએ. જ્યારે હું તેને મળી તો તેના સ્વભાવને જાેઈને આકર્ષિત થઈ હતી.

મને યાદ છે કે, મારા પિતાએ કહ્યું હતું કે, આ વ્યક્તિ સ્ટારડમ માટે બન્યો છે. અક્ષય સમયનો પાબંદી, મહેનતી અને સીધો વ્યક્તિ છે. જ્યારે અમે પિતાની ફિલ્મ માટે બહાર જતા હતા ત્યારે અક્ષય સવારે ૪ વાગ્યે ઉઠીને એક્સર્સાઈઝ કરતો હતો. મારા પિતાને તેના પર ગર્વ હતો અને તે તેમને જાેઈને ખુશ થતો હતો. તેથી, મારા પિતાના કારણે અક્ષય કુમાર સાથે મારું બોન્ડિંગ વધ્યું અને મેં તેને રાખડી બાંધવાનું શરૂ કર્યું’. એક્ટ્રેસે ઉમેર્યું હતું ‘તે મને હંમેશા એક નાની બહેન તરીકે જુએ છે. મેં આશરે પાંચ વર્ષ સુધી તેને રાખડી બાંધી હતી. હવે તે આટલો મોટો વ્યક્તિ બની ગયો છે તો થોડું અજીબ લાગે છે.

જીવન તમને અલગ-અલગ જગ્યાએ લઈ જાય છે અને ક્યારેક-ક્યારેક તમારો સંપર્ક કેટલાક સંબંધોથી છૂટી જાય છે. ૧૯૯૨માં મેં તેને રાખડી બાંધવાનું શરૂ કર્યું હતું. હવે સીધા ૨૦૨૨માં આખરે મને તેને જાેવાનો અને ફરીથી રાખડી બાંધવાની તક મળી. આ માટે ચેનલનો આભાર માનું છું’. ફિલ્મ ‘રક્ષાબંધન’ની વાત કરીએ તો, ભૂમિ પેડનેકર અક્ષય કુમારની ઓપોઝિટમાં છે. જેની ટક્કર આમિર ખાન અને કરીના કપૂરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે થવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.