અક્ષય કુમાર અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો ડીલઃ છેલ્લી ફિલ્મ બનવા પર સસ્પેન્સ

ફિલ્મી દુનિયા

(જી.એન.એસ.)મુંબઈ,તા.૩૦
ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ ઇન્ડિયન ફિલ્મ બિઝનેસને અલવિદા કહ્યું છે. નવેમ્બર ૨૦૧૮માં કંપનીએ અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’ સાથે ૩ ફિલ્મોની ડીલ કરી હતી. આ ડીલની પહેલી ફિલ્મ ૨૦૧૯માં આવેલી ‘મિશન મંગલ’ હતી. બીજી ફિલ્મ ‘લક્ષ્મી’ લોકડાઉનમાં થિયેટર બંધ હોવાના કારણે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. હવે આ ડીલની ત્રીજી ફિલ્મ કદાચ ન બની શકે. બોલિવૂડ હંગામાએ સૂત્રોના હવાલે લખ્યું છે, ‘અક્ષય કુમાર અને ફોક્સ સ્ટારે ૨૦૧૭માં આવેલી ફિલ્મ ‘જાેલી એલએલબી ૨’ની સફળતા પછી ત્રણ ફિલ્મોની ડીલ સાઈન કરી હતી પણ ત્યારે એ ખબર ન હતી કે ફોક્સને ડિઝની ઓફિશિયલી ખરીદી લેશે. હવે લાગે છે ડિઝની ભારતમાં ફિલ્મ પ્રોડક્શનને લઈને ઈન્ટરેસ્ટેડ નથી. ડિઝની ફિલ્મો સાથે જાેડાયેલા અમુક અધિકારીઓને પોતાની પાસે રાખવાનું પસંદ કરે છે.
તે ઇન્ડિયન આર્ટિસ્ટ્‌સ અને પ્રોડ્યુસર્સ સ્ટુડિયો પાસે આ આશા નથી રાખતા. હાલ અક્ષય સાથેની ડીલની ત્રીજી ફિલ્મને લઈને ડિઝનીએ કોઈ કમેન્ટ નથી કરી. ટ્રેડ એક્સપર્ટનું કહેવું છે કે, ‘અક્ષય કુમાર આગામી બે વર્ષ સુધી બુક છે. તેણે ‘સૂર્યવંશી’, ‘બેલ બોટમ’, ‘પૃથ્વીરાજ’ અને ‘અતરંગી રે’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. હવે તે ‘બચ્ચન પાંડે’, ‘રક્ષાબંધન’, ‘રામ સેતુ’, ‘મિશન લાયન’, યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ વગેરેનું શૂટિંગ શરૂ કરશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.