અજય દેવગનનો પુત્ર યુગ ભીડ જાેઈને ચોંકી ગયો

ફિલ્મી દુનિયા

મુંબઈ,બોલિવૂડ અભિનેતા અજય દેવગન તાજેતરમાં જ પુત્ર યુગ સાથે લાલબાગના રાજાના દર્શને પહોંચ્યો હતો. અજય દેવગન અને યુગની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પાપારાઝી યોગેન શાહે યુગ સાથે અજય દેવગનનો એક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તમે પિતા-પુત્ર બંનેને સાથે દર્શન માટે જતા જાેઈ શકો છો. વીડિયોમાં જ્યાં અજય દેવગન ઘણા આત્મવિશ્વાસ અને આરામ સાથે આગળ વધી રહ્યો છે, ત્યાં યુગ થોડો અસ્વસ્થ દેખાય રહ્યો છે.

વિશાળ ભીડ અને આજુબાજુનું વાતાવરણ જાેઈને યુગ થોડો ચોંકી ગયો અને આ તણાવ તેના ચહેરા પર સ્પષ્ટ જાેઈ શકાય છે. તમને જણાવી દઈએ કે યુગ અને ન્યાસા દેવગનની તસવીરો દરરોજ વાયરલ થતી રહે છે. અજય દેવગન અને કાજાેલ પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના બાળકોની તસવીરો શેર કરતા રહે છે. જાે કે બંનેને બોલિવૂડની દુનિયામાં પગ મુકવા માટે હજુ સમય છે પરંતુ તેમ છતાં બંને સ્ટાર કિડ્‌સનું જાેરદાર ફેન ફોલોઈંગ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોની વાત કરીએ તો યુગ અને અજય દેવગન બંને કુર્તા પાયજામા પહેરેલા જાેવા મળ્યા હતા. અજય દેવગને ડાર્ક બ્લુ કલરનો કુર્તો પહેર્યો હતો, તો યુગ યલો કલરના કુર્તા અને સફેદ પાયજામો પહેરીને લાલબાગના રાજાના દર્શને પહોંચ્યો હતો. ચાહકો અજય દેવગન અને યુગની એક ઝલક જાેવા માટે ઉત્સુક દેખાતા હતા અને પંડાલની બહાર ભારે ભીડ જાેવા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.