![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-141.jpg)
પોન્નિયિન સેલ્વનના ટ્રેલર લોન્ચમાં રજનીકાંતને જાેતાં ઐશ્વર્યા પગે લાગી
મુંબઈ, મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વનના ટ્રેલર લોન્ચ માટે એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ચેન્નાઈ પહોંચી હતી. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ઐશ્વર્યાએ બ્લેક અને ગોલ્ડન રંગનો આઉટફિટ પહેર્યો હતો અને જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. ટ્રેલર લોન્ચની ઈવેન્ટના વિડયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઐશ્વર્યા પોતાના મનપસંદ કલાકારોને સાથે મુલાકાત કરતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ક્લિપમાં ઐશ્વર્યા રાય ૨.૦ના તેના કો-એક્ટર રજનીકાંતને પગે લાગતી જાેવા મળી રહી છે.
ટ્રેલર લોન્ચ દરમિયાન હજારોની ભીડ હતી તેમ છતાં કોઈપણ શરમ રાખ્યા વિના રજનીકાંતને જાેતાં જ ઐશ્વર્યા તેમને પગે લાગી હતી. રજનીકાંતે પણ સ્માઈલ સાથે તેનું અભિવાદન કર્યું હતું અને તેને આલિંગન આપ્યું હતું. ઐશ્વર્યા રાયને રજનીકાંતના ચરણ સ્પર્શ કરતી જાેઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. આ સાથે જ ઐશ્વર્યાનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આ જ પ્રકારે એક કાર્યક્રમ દરમિયાન રજનીકાંતના ચરણ સ્પર્શ કરી રહી છે. બીજાે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા રાય તેના મેન્ટર મણિરત્નમ તરફ દોડી જાય છે અને તેમને આલિંગન આપે છે. ફિલ્મમેકર ૧૯૯૭ની તેમની ફિલ્મ ઈરુવર દ્વારા ઐશ્વર્યાને લોન્ચ કરી હતી. મણિરત્નમ અને ઐશ્વર્યાએ રાવણ અને ગુરુ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટ્રેલર લોન્ચ વખતે ઐશ્વર્યાએ કહ્યું,
અમારી આખી ટીમ માટે પોન્નિયિન સેલ્વન ખૂબ કિંમતી ફિલ્મ છે. અમારા દિલની ખૂબ નજીક છે. ફરી એકવાર મણિરત્નમ સર સાથે કામ કરવાનો ગર્વ છે. આટલી અતુલ્ય ટીમ, ટેક્નિશિયન અને કલાકારો સાથે કામ કરવાની તક મળતાં હું મારી જાતને નસીબદાર માનું છું. મારા કરિયરની શરૂઆતમાં મને તેમની સાથે કામ કરવાની તક મળી હતી અને આજે ફરી એકવાર ‘પોન્નિયિન સેલ્વન’માં કામ કર્યું ત્યારે આ યાદગાર ક્ષણ છે. પોન્નિયિન સેલ્વન પાર્ટ ૧માં ઐશ્વર્યા રાય બચ્ચન ડબલ રોલમાં છે.
આ ફિલ્મમાં તે મહારાણી નંદિની અને મંદાકિની દેવીના રોલમાં છે. આ ફિલ્મમાં વિક્રમ, કાર્થી, ત્રિશા, રવિ અને શોભિતા ધુલીપાલા મહત્વના રોલમાં છે. આ ફિલ્મ લેખિકા કલ્કી ક્રિષ્નામૂર્તિની આ જ નામની નવલકથા આધારિત છે. ‘પોન્નિયિન સેલ્વન પાર્ટ ૧’ ૩૦ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મ તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.