આદિત્યના ફેન્સે ત્વિષાને મમ્મીની કાર્બન કોપી ગણાવી

ફિલ્મી દુનિયા

મુંબઈ, લગ્નના એક વર્ષ બાદ ટીવી શો હોસ્ટ, સિંગર અને એક્ટર આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલે ગુડન્યૂઝ આપ્યા હતા. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં જ કપલના ઘરે દીકરી ત્વિષાનો જન્મ થયો છે, જે આજે (૨૪ ઓગસ્ટ) છ મહિનાની થઈ ગઈ છે. ત્વિષા માત્ર પપ્પા આદિત્ય અને મમ્મી શ્વેતા જ નહીં પરંતુ દાદા ઉદિત નારાયણ અને દાદી દીપાની પણ લાડલી છે. નારાયણ પરિવારની સૌથી નાની સભ્ય ત્વિષા છ મહિનાની થતાં આદિત્યએ બે સુંદર તસવીરો શેર કરી છે,

જેમા નાનકડી ઢીંગલી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આદિત્ય નારાયણે શેર કરેલી પોસ્ટની પહેલી તસવીરમાં ત્વિષા આશ્ચર્યથી મોબાઈલની સ્ક્રીન પર જાેઈ રહી છે. તેણે પીળા કલરનું ટીશર્ટ પહેર્યું છે અને બે ચોટલી લીધી છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તો બીજી તરફ આદિત્ય તેની જાણે નકલ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, તે જાણે આઘાતમાં હોય તેવો ચહેરો બનાવ્યો છે. તેણે બ્લેક ટીશર્ટ અને ડેનિમ પહેર્યું છે. બીજી તસવીરમાં આદિત્ય દીકરી ત્વિષાને ચૂમી રહ્યો છે, તો તે કેમેરા સામે જાેઈ રહી છે.

આ સાથે લખ્યું છે ‘છ મહિના પહેલા એક એન્જલ સ્વર્ગમાંથી આવી. અમને પસંદ કરવા માટે આભાર નાનકડી દીકરી’. ત્વિષા એકદમ તેની મમ્મી જેવી લાગતી હોવાનું પુનિત પાઠકની પત્ની નિધિ મૂની સિંહનું કહેવું છે. એક્ટર અધ્યયન સુમને રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. સુગંધ મિશ્રાએ લખ્યું છ ‘છુુુુ’, આ સિવાય વિક્રાંત મેસીએ કોમેન્ટ કરી છે ‘કેટલી નાની!!!’. આ સિવાય તેના કેટલાક ફેન્સે તેને ‘ક્યૂટ’ કહી છે તો કેટલાકનું કહેવું છે કે, તે ખરેખર ‘એન્જલ’ છે.

હાલમાં જ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં પહેલીવાર દાદા બનેલા ઉદિત નારાયણે કહ્યું હતું ‘ત્વિષા મારી જાન છે. ઘણા વર્ષો બાદ ભગવાને અમને ગિફ્ટ આપી છે અને તે અમારા જીવનમાં અખૂટ ખુશી લઈને આવી છે. મારો આખો દિવસ તેની સાથે જ પસાર થાય છે. જ્યારે હું સ્ટૂડિયોમાં સોન્ગ રેકોર્ડ કરતો હોવ ત્યાં થોડું મુશ્કેલ રહે છે પરંતુ તે ખતમ થતાં જ હું આદિત્યના ઘરે ત્વિષાને રમાડવા દોડી જાઉ છું, જે અમારા ઘરની સામે રહે છે’.

પૌત્રીએ ગીત ગણગણાવનું શરૂ કરી દીધું હોવાનું ઉદિત નારાયણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું ‘તે ટ્યૂન ગણગણતી રહે છે અને અમને આશ્ચર્ય થાય છે કે તે અત્યારથી જ મ્યૂઝિક સાથે કનેક્ટ થઈ ગઈ છે. તે મૂડી પણ છે અને ઘણીવાર કિક મારે છે. તેને આ બધું કરતી જાેઈને આનંદ થાય છે. તેના માટે મારું ફેવરિટ સોન્ગ ફિલ્મ અનાડીનું છોટીસી નન્સી સી પરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.