અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરમાં થઈ ચોરી, પોલીસે બે લોકોને કસ્ટડીમાં લીધા
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરમાંથી ચોરીનો મામલો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે આ મામલે બે લોકોને કસ્ટડીમાં લીધા છે. એક અધિકારીએ જણાવ્યું કે, ચોરી જૂહુ સ્થિત ઘરમાંથી થઈ છે. અધિકારીએ જણાવ્યું કે, ગત અઠવાડિયે અભિનેત્રીના જૂહુ સ્થિત ઘરમાંથી કિંમતી સામાનની કથિત રીતે ચોરી થઈ હતી.
પોલીસે જણાવ્યું કે, ફરિયાદના આધારે જૂહુ પોલીસ સ્ટેશનમાં ચોરીનો મામલો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે તપાસ ટીમે આ મામલે બે લોકોને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ ચાલુ છે.
પોતાની ફિટનેસ અને સુંદરતાને લઈને હંમેશા ચર્ચામાં રહેતી શિલ્પા શેટ્ટીએ એક દિવસ પહેલા જ એક પોસ્ટ દ્વારા તેના ફેન્સને જણાવ્યું હતું કે તે ઈટાલીમાં વેકેશન મનાવી રહી છે. તેણે સ્વિમસૂટ પહેરીને એક ફોટો શેર કર્યો હતો જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.