અભિનેત્રી રામ્યા કૃષ્ણનની કારમાં ઝડપાયો ૧૦૦ વધારે બોટલ દારૂ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને દુનિયાભરમાં સુપરહિટ રહેલી બાહુબલી સીરિજમાં શિવગામીની ભૂમિકા ભજવીને ફેમસ થયેલી અભિનેત્રી રામ્યા કૃષ્ણન અલગ પ્રકારની મુશ્કેલીમાં ફસાતી નજરે પડી રહી છે. ખરેખર ૧૧ જૂને ગુરુવારે તેની કારમાંથી ૧૦૦ થી વધુ બોટલ દારૂ ઝડપાયો હતો. દારૂની બોટલો કબજે કર્યા બાદ પોલીસે રામ્યાના ડ્રાઇવર સેલ્વાકુમારને પકડી પાડ્યો હતો. ચેન્નાઈની આવેલી આ ખબર જાતજાતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. રિપોર્ટ મુજબ તે સમયે પોલીસે રામ્યાની કારની તપાસ કરી હતી, તે ત્યાં હાજર હતી. સમાચાર મુજબ પોલીસ ચેકપોસ્ટ ઉપર કારની તપાસ કરી રહી હતી, ત્યારે રામ્યાની ટોયોટા ઇનોવા કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. જાકે, એવું પણ કહેવામાં આવી  છે કે રામ્યાએ પોલીસ ચેકીંગમાં પૂરો સહયોગ આપ્યો. પોલીસને રામ્યાની કારમાંથી દારૂ અને બીયરની બોટલો મળી આવી છે જે કબજે લેવામાં આવી છે.
લોકડાઉન થયા બાદ ચેન્નાઇમાં હજી પણ દારૂ વેચવા પર પ્રતિબંધ છે. દારૂની દુકાનો બંધ છે અને શહેરમાં દારૂ વેચવો ગેરકાયદેસર છે. કહેવામાં આવી છે કે પોલીસે રામ્યાના ડ્રાઈવરને જામીન પર મુક્ત કર્યો છે. જાકે, આ મામલે રામ્યા દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જણાવી દઇએ કે ચેન્નાઇમાં દારૂની દુકાનો ન ખોલવાના કારણે લોકો આસપાસના જિલ્લાથી દારૂની ચોરી-છુપે તસ્કરી કરી ચેન્નાઇમાં પોતાના ઉપયોગ કે વેચવા માટે લઇ જઇ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.