અભિનેત્રી માધુરીની ફિલ્મ મજા માનું ટ્રેલર આવી ગયું

ફિલ્મી દુનિયા

મુંબઈ, એક્ટ્રેસ માધુરી દીક્ષિત, ગજરાજ રાવ સ્ટારર ફિલ્મ મજા માનું ટ્રેલર આવી ગયું છે. ‘મજા મા’ની વાર્તા પણ ભારે રસપ્રદ છે કે જેમાં પિતાને ઈંગ્લિશ નહીં બોલવાની સમસ્યા છે, દીકરી ગુસ્સાવાળી છે, દીકરો ૯થી ૫ની નોકરી કરે છે જ્યારે માતા એકદમ પરફેક્ટ છે. માતા પરિવાર સંભાળે છે. ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયોએ ‘મજા મા’નું ટ્રેલર લૉન્ચ કર્યું છે. ‘મજા મા’માં ફિલ્મમાં ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર પણ નાનકડા રોલમાં જાેવા મળશે. ‘મજા મા’ના ડિરેક્ટર આનંદ તિવારી છે.

તારીખ ૬ ઓક્ટોબરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘મજા મા’ વિશે વાત કરતા એક્ટ્રેસ માધુરી જણાવે છે કે, મેં અગાઉ ક્યારેય આ પ્રકારનું પાત્ર ભજવ્યું નથી. ફિલ્મમાં એક માતા તરીકે, એક પત્ની તરીકે અને સમાજમાં યોગદાનકર્તા તરીકે પલ્લવી પટેલ મોટી જવાબદારી ઉઠાવે છે. બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી માધુરી દીક્ષિતે ધ ફેમ ગેમ સીરિઝ સાથે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યુ હતું. અને હવે તેની વધુ એક ફિલ્મ મજા મા અમેઝોન પ્રાઈમ પર રીલિઝ થવાની છે.

આ ફિલ્મ ૬ ઓક્ટોબરના રોજ સ્ટ્રીમ થશે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિતની સાથે ગજરાજ રાવ, બરખા સિંહ, રિત્વિક ભૌમિક, શીબા ચડ્ડા, સિમોન સિંહ પણ મહત્વના રોલમાં જાેવા મળશે. નોંધનીય છે કે ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર પણ આ ફિલ્મમાં જાેવા મળશે. મેકર્સે ફિલ્મની રીલિઝ ડેટની સાથે સાથે એક ગરબા ગીત પણ રીલિઝ કર્યું છે. આ ગીતમાં માધુરીને ગરબા કરતી જાેઈને તેના ફેન્સ ખુશ થઈ જશે. ખાસકરીને જ્યારે નવરાત્રિ નજીક છે ત્યારે ગુજરાતીઓને આ ગીત ચોક્કસપણે પસંદ આવી શકે છે. આ ગીતનું નામ છે બૂમ પડી. માધુરી બાંધણીના દુપટ્ટા સાથે રંગબેરંગી ચણિયા ચોલીમાં અત્યંત સુંદર લાગી રહી છે.

ડાન્સિંગ ક્વીન માધુરીને ગરબા કરતા જાેઈને લાગી રહ્યું છે જાણે તે આમાં પણ નિષ્ણાત હોય. નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને મેકર્સે આ ગીત પહેલા રીલિઝ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ગીત કૃતિ મહેશ દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે. કૃતિ મહેશે આ પહેલા ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મનું ગીત ઢોલીડા પણ કોરિયોગ્રાફ કર્યુ હતું. કૃતિએ પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, તેના માટે આ એક સપના સમાન છે. આ ગીત શ્રેયા ઘોષાલ અને ઓસમાન મીરે ગાયું છે.

મજા મા ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મ આનંદ તિવારીએ ડાઈરેક્ટ કરી છે. આ ફિલ્મ લિયો મીડિયા કલેક્ટિવ અને અમૃતપાલ સિંહ બિન્દ્રાએ પ્રોડ્યુસ કરી છે. અમૃતપાલ જણાવે છે કે, અમેઝોન પ્રાઈમ વીડિયો સાથે આ મારો બીજાે પ્રોજેક્ટ છે. પ્રતિભાશાળી કલાકારોથી લઈને મહેનતુ ક્રૂ સુધી, તમામ લોકોએ દર્શકો માટે બેસ્ટ ફિલ્મ બનાવવા માટે પોતાનું શ્રેષ્ઠ કામ કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.