બેબી બમ્પ છુપાવતી જવા મળી અભિનેત્રી કેટરીના કૈફ

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફને તાજેતરમાં મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી. આ દરમિયાન કેટરીના કૈફની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે જે અમે તમારા માટે લઇને આવ્યા છીએ. કેટરીના કૈફ તાજેતરમાં તેની પ્રેગ્નેન્સીને લઇને ચર્ચામાં છે. જાેકે, એક્ટ્રેસે તેની પ્રેગ્નેન્સીને લઇને કોઈપણ રિએક્શન આપ્યું નથી. એવામાં હવે કેટરીના કૈફને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી છે. કેટરીના કૈફ કેઝ્‌યુઅલ લૂકમાં જાેવા મળી.

સામે આવેલી તસવીરોમાં તમે જાેઈ શકો છો કે કેટરીના કૈફે આ દરમિયાન પોતાના અર્લી મોર્નિંગ એરપોર્ટ લૂકને કેઝ્‌યુઅલ જ રાખ્યો હતો. કેટરીના આ દરમિયાન ટ્રેક પેન્ટ્‌સ અને ડેનિમ જેકેટમાં ઘણા સિમ્પલ લૂકમાં જાેવા મળી. આ સાથે જ કેટરીનાએ તેના આ લૂકને વ્હાઈટ સ્નીક્રસની સાથે ટીમ અપ કર્યું હતું. કેટરીનાની આ તસવીરોને જાેઈ ફેન્સનું કહેવું છે કે, એક્ટ્રેસે એકદમ સ્માર્ટ રીતે તેનો બેબી બમ્પ છૂપાવી લીધો છે. કેટરીનાએ તેની સેફ્ટી માટે મોઢા પર માસ્ક પણ પહેર્યું હતું.

એક્ટ્રેસે આ દરમિયાન ચશ્મા પહેર્યા હતા જે તેના લૂકને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, કેટરીના કૈફ તેની શૂટિંગ માટે ક્યાંક જઈ રહી છે. સોશિયલ મીડિયા પર કેટરીના કૈફના આ કેઝ્‌યૂઅલ લૂકની ઘણી પ્રશંસા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, કેટરીના કૈફ અને વિક્કી કૌશલ છેલ્લા કેટલાક સમયથી તેમની પ્રગ્નેન્સીના સમાચારોને લઇને ચર્ચામાં છે. જાેકે, બંનેમાંથી કોઈએ પણ તેમની પ્રગ્નેન્સીને લઇને કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, કેટરીના લગ્નની જેમ તેની પ્રેગ્નેન્સીને પણ ઘણી સીક્રેટ રાખવા માંગે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.