વૉટર બર્થ પદ્ધતિ દ્વારા એક્ટ્રેસ ડિમ્પી ગાંગુલી ત્રીજી વખત મમ્મી બની

ફિલ્મી દુનિયા

મુંબઈ, એક્ટ્રેસ ડિમ્પી ગાંગુલી ત્રીજીવાર મમ્મી બની છે. આ વખતે પરિવારમાં દીકરાનો જન્મ થયો છે. એક દીકરી અને દીકરા બાદ ફરી એકવાર ડિમ્પી અને રોહિત દીકરાના પેરેન્ટ્‌સ બન્યા છે. ડિમ્પી અને રોહિતના દીકરાનો જન્મ ૨૭ જુલાઈના રોજ થયો છે. ન્યૂ મોમ ડિમ્પી ગાંગુલીએ સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરીને આ ગુડ ન્યૂઝ આપ્યા છે. સાથે જ ડિમ્પીએ જણાવ્યું છે કે, તેણે કુદરતી રીતે જ કોઈપણ દવા વિના વૉટર બર્થ પદ્ધતિ દ્વારા બાળકને જન્મ આપ્યો છે.

ડિમ્પીએ સોશિયલ મીડિયા પર પતિ સાથે લિપલૉક કરતો ફોટો શેર કર્યો છે અને તેના હાથમાં ‘ઈટ્‌સ અ બોય’ લખેલું કાર્ડ છે. આ ફોટો શેર કરતાં ડિમ્પીએ લખ્યું, “અમે કરી બતાવ્યું. સંપૂર્ણપણે કુદરતી, દવા વિના વૉટર બર્થ. આ મારી જિંદગીનો અત્યાર સુધીનો સૌથી જાગૃત, સશક્ત અનુભૂતિ કરાવનારો છતાં સૌથી પડાકરજનક અનુભવ રહ્યો. હું તમને ડંકાની ચોટ પર કહી શકું કે આપણને જિંદગીમાં જાે કોઈ સૌથી અદ્ભૂત ગિફ્ટ મળી હોય તો તે આપણું શરીર છે. જાે તમે તમારા શરીર પર વિશ્વાસ રાખશો, તેને સ્વસ્થ રાખશો તો આપણું શરીર ચમત્કાર કરી શકે છે. મારી પહેલી બે ડિલિવરી પણ નેચરલ હતી પરંતુ મેં નહોતું વિચાર્યું કે આ વખતે હું કોઈપણ દવા વિના કરી શકીશ.”
“મને ક્યાં ખબર હતી કે તમારી અંદર જે શક્તિ રહી છે તેમાં ધ્યાન કેંદ્રિત કરો તો તમે પર્વતો પણ ખસેડી શકો છો, જ્યારે આ તો માત્ર એક બાળકને જન્મ આપવાનો હતો.

અમારા દીકરાની સેફ્ટી માટે અમે બર્થ ટીમનો આભાર માનીએ છીએ. આ અનુભવે મારી જિંદગી કાયમ માટે બદલીને મૂકી દીધી છે. રોહિતથી વધુ સપોર્ટિવ અને અદ્ભૂત જીવનસાથી મને ના મળી શક્યો હોત. તારા વિના હું આ ના કરી શકી હોત. અમે અમારા નાનકડા ખુશીઓના ખજાનાના પ્રેમમાં પડી ગયા છીએ”, તેમ ડિમ્પીએ પોસ્ટના અંતે લખ્યું. આ સાથે જ ડિમ્પીએ દીકરાનું નામ જણાવ્યું છે. દીકરાનું નામ રિશાન ગાંગુલી રોય પાડ્યું છે. ડિમ્પીની દીકરીનું નામ રિયાના (૬ વર્ષ) અને મોટા દીકરાનું નામ આર્યન (૨ વર્ષ) છે. ડિમ્પીએ પોતાના ત્રણેય બાળકોની ઝલક દર્શાવતો ફોટોગ્રાફ પણ સેર કર્યો છે. જાેકે, તેણે ત્રીજા બાળકનો ચહેરો છુપાવ્યો છે. રિયાના નાનકડા ભાઈને નિહાળી રહી છે જ્યારે આર્યન તેને ચૂમતો દેખાઈ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.