અભિનેત્રી અનન્યા પાંડે બની ઉપ્સ મુમેન્ટનો શિકાર

ફિલ્મી દુનિયા

મુંબઈ, આદિત્ય રોય અને અનન્યા પાંડની ગ્લેમરસ જોડી આ દિવસોમાં ફેન્સ માટે ફેવરેટ બની રહી છે. આ બન્નેની તસવીર હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. કોફી વિથ કરણ સિઝન ૮માં અનન્યા પાંડે ગેસ્ટમાં નજરે પડયા પછી બન્નેની રિલેશનશિપની ચર્ચા હાલમાં ચારેબાજુ થઇ રહી છે. એક્ટ્રેસે પોતે રિલેશનશિપ પર ચુપ્પી તોડી અને એ વાતનો સ્વીકાર કર્યો કે અમે બન્ને ડેટ કરી રહ્યા છે. ત્યારબાદ એક વિડીયો સામે આવ્યો છે જેની ચર્ચાઓ હાલમાં ખૂબ થઇ રહી છે. આ વિડીયોમાં અનન્યા પાંડેની મોટી ભૂલ સામે આવી ગઇ છે. એક્ટ્રેસની ઉપ્સ મુમેન્ટ ફેન્સને નજરે પડી ગઇ છે.

તમે વિચારી રહ્યા હશો કે આખરે વાત શું છે? જો કે અનન્યા પાંડે આ દિવસોમાં કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી. અનન્યાએ ઓવરસાઇઝની ટીશર્ટની સાથે બ્લૂ ડેનિમ કેરી કર્યુ હતુ. આ દરમિયાન એક્ટ્રેસના જીન્સની પ્રાઇસ ટેગ લટકી રહી હતી. વારંવાર છુપાવ્યા પછી પણ લોકોની નજર આની પરથી હટી નહીં. આટલું જ નહીં એક્ટ્રેસે જે ગ્રે ટી શર્ટ પહેરી હતી એના પર પણ ફેન્સની નજર ટકી ગઇ હતી. અનન્યાએ એની નહીં પરંતુ બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂરની ટી શર્ટ પહેરી હતી. આ ટી શર્ટ પહેલાં આદિત્ય રોય કપૂરે પહેરી હતી. વિડીયોમાં જોયા પછી ફેન્સ એક્ટ્રેસને ટ્રોલ કરવા લાગ્યા છે. સામે આવેલા આ વિડીયોમાં તમે જોઇ શકો છે અનન્યા કેવી લાગી રહી છે. આ વિડીયો જોઇને ફેન્સ એક પછી એક કોમેન્ટ્સ કરી રહ્યા છે.

એક વ્યક્તિએ આ વિડીયો જોઇને કોમેન્ટ કરી છે કે..આને કોઇ હોશ નથી. જ્યારે બીજા એક યુઝર્સે લખ્યુ છે કે પ્રાઇસ ટેગ લટકી રહ્યુ છે એની ખબર નથી. બીજા એક યુઝર્સે તો ઓળખી બતાવ્યુ કે આ ટીશર્ટ આદિત્ય રોય કપૂરે પહેરી છે અને લખ્યુ કે બોયફ્રેન્ડની ટી શર્ટ પહેરીને ફરી રહી છે. એક્ટ્રેસ અનન્યા પાંડેની વાત કરીએ તો હાલમાં ડ્રીમ ગર્લ ૨માં જોવા મળી હતી. આદિત્ય રોય કપૂર ધ નાઇટ મેનેજરની બન્ને સિઝનમાં જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.