અભિનેતા સની દેઓલ કોરોના સંક્રમિત થયા

ફિલ્મી દુનિયા

બોલિવૂડ અભિનેતા અને ગુરુદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય સચિવ અમિતાભ અવસ્થી મંગળવારે મોડી રાત્રે માહિતી આપી છે.

મળતી માહિતી અનુસાર, સની દેઓલ છેલ્લા કેટલા દિવસોથી કુલુ જિલ્લામાં હતા. અહીં તેઓ રજાઓ મનાવવા માટે આવ્યા છે. સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું હતું કે તેઓ 3 ડિસેમ્બરે મુંબઈ પાછા ફરવાના હતા, તેથી તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ મંગળવારે કોવિડ-19ના રિપોર્ટમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું.

કોરોના પોઝિટિવ હોવા છતાં સની દેઓલે પોતે જ ટ્વીટ કરીને લોકોને એની માહિતી આપી છે. તેમણે લખ્યું છે, “મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ક્વોરન્ટીન છું અને મારી તબિયત સારી છે. હું અપીલ કરું છું કે તમારામાંથી જે લોકો છેલ્લા થોડા દિવસમાં મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને પોતાની જાતને આઈસોલેટ કરીને રિપોર્ટ કરાવે.”

ઉલ્લેખનીય છે કે 64 વર્ષના અભિનેતા સની દેઓલે તાજેતરમાં મુંબઈમાં પોતાના ખભાની સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તેઓ આરામ કરવા માટે મનાલીના તેમના ફાર્મ હાઉસમાં આવ્યા હતા. ઘણા દિવસથી તેઓ ત્યાં અહીં રોકાયા હતા.

હિમાચલમાં અત્યારસુધીમાં 41, 228 કોરોના સંક્રમિત

હિમાચલમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 41,228 પહોંચી ગઈ છે તેમજ રાજ્યમાં મંગળવારે સંક્રમણના કારણે 21 લોકોનાં મૃત્યુ બાદ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 657 પર પહોંચી ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.