જીવન-મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અભિનેતા શિવકુમાર વર્મા અક્ષય-સલમાન જેવા સેલેબ્સ પાસે માંગી મદદ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
વર્ષ ૨૦૨૦ ઘણા લોકો માટે મુશ્કેલીભર્યું રહ્યું છે. ઘણા કલાકારોએ તેમની નોકરી ગુમાવી દીધી તો ઘણા કલાકારો આર્થિક મુશ્કેલી સામે લડી રહ્યા છે. શિવકુમાર વર્મા આવા જ એક અભિનેતા છે. એક્ટર ઓર સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના સભ્ય શિવકુમાર વર્મા ક્રોનિક ઓબસ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીઝ સામે લડી રહ્યા છે. આ એક પ્રકારનો ફેફસાંનો રોગ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવકુમારની હાલત નાજુક છે અને તે વેન્ટિલેટર સપોર્ટ પર છે. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે શિવકુમાર અને તેના પરિવારને સારવાર પોસાય તેમ નથી.
આવી સ્થિતિમાં સીઆઈટીએએએ બોલિવૂડના ખ્યાતનામ કલાકારને કહ્યું છે કે શિવકુમારને મદદ કરો. એસોસિએશને સલમાન ખાન, અનિલ કપૂર, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન અને સની દેઓલને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્‌સમાં શિવકુમાર વર્માની હાલત વર્ણવીને ટેગ કર્યા છે. તેમજ શિવકુમારની બેંક વિગતો સામાન્ય લોકોને આપવામાં આવી છે જેથી તેમની મદદ કરી શકાય. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, “મદદ માટે અરજન્ટ કોલ. સીઆઈટીએએના સભ્ય શિવકુમાર વર્મા સીઓડીપી સામે લડી રહ્યા છે અને તેને કોરના હોવાની પણ શંકા છે. તેમને હોસ્પિટલના ખર્ચ માટે તાત્કાલિક ભંડોળની જરૂર છે.
અમે વિનંતી કરીએ છીએ કે કૃપા કરી તમે જે મદદ કરી શકો તે કરો. આ પોસ્ટ એસોસિએશન દ્વારા એક નહીં ઘણી વખત કરવામાં આવી છે અને દરેક વખતે વિવિધ સેલેબ્સને ટેગ કરવામાં આવ્યા છે. સીઆઈટીએએના અમિત બહલે એક ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીતમાં કહ્યું કે શિવકુમાર વર્મા એસોસિએશનના સક્રિય સભ્ય છે. સીઆઈટીએએએ તેની હાલતની જાણ થતાં તેણે અભિનેતાના ખાતામાં ૫૦ હજાર રૂપિયા મૂક્યાં છે. વર્માને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર માટે ૩ થી ૪ લાખ રૂપિયાનો ખર્ચ થશે. શિવ કુમારની પુત્રીએ સીઆઈટીએએને મદદ માટે વિનંતી કરી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.