રણવીર સાથે તસવીર શેર કરવા પર માધવનને એક યૂઝરે આપી ધમકી

ફિલ્મી દુનિયા

મુંબઈ, એક્ટરમાંથી ડિરેક્ટર બનેલો આર માધવન, જેની ફિલ્મ ‘રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ’માં અદ્દભુત કામ કરવા બદલ વાહવાહી થઈ હતી, તેણે હાલમાં એનબીએ અબુ ધાબી ગેમ્સ ૨૦૨૨માં ભાગ લીધો હતો. રસપ્રદ રીતે અહીં તેની મુલાકાત ઈન્ડસ્ટ્રીના પાવરહાઉસ ગણાતા રણવીર સિંહ સાથે થઈ હતી. આ દરમિયાન બંનેએ એકબીજા સાથે ઝપ્પી મારતા હોય તેવી સેલ્ફી ક્લિક કરી હતી. આર માધવન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર તેની તસવીરો શેર કરે છે.

ગુરુવારે તેણે રણવીર સિંહ સાથે આ તસવીર પણ ફેન્સ સાથે શેર કરી હતી, જેમાં બંને પોતપોતાની સ્ટાઈલમાં એકદમ હેન્ડસમ લાગતા હતા. રણવીર સિંહે યલ્લો તેમજ ગ્રીન આઉટફિટ પહેર્યું હતું અને હંમેશાની જેમ અજીબ ગોગલ્સ ચડાવીને રાખ્યા હતા. તો બીજી તરફ આર માધવને બ્લેક આઉટફિટ અને કૂલ ગોગલ્સ પહેર્યા હતા. તસવીર કરતાં આર માધવને કેપ્શનમાં લખ્યું હતું ‘લવ યુ માય બ્રો’. રણવીર સિંહે કોમેન્ટ સેક્શનમાં ક્યૂટ સ્માઈલી ઈમોજી ડ્રોપ કર્યા હતા.

જાે કે, કેટલાકને આ તસવીર પસંદ નહોતી આવી અને એક ફોલોઅરે આર માધવનને અનફોલો કરવાની ધમકી આપી હતી. તેણે લખ્યું હતું ‘હવે, હું તને અનફોલો કરીશ’. હંમેશા ટ્રોલ્સને જવાબ આપવા માટે જાણીતા માધવને આ ફોલોઅરને પણ જવાબ આપ્યો હતો. તેણે લખ્યું હતું ‘મને તેની જરૂર છે, હું તેમ કરીશ’.

આ સિવાય એક યૂઝરે પૂછ્યું હતું ‘અરેરે..તું આગળની હરોળમાં નથી…તું આકર્ષણનું કેન્દ્ર પણ નથી…કોઈ તારા પર ફિદા પણ નથી…સામાન્ય માણસ હોવાનું કેવું લાગે છે!!!’. પોતાના અંદાજમાં જવાબ આપતાં માધવને લખ્યું હતું ‘હંમેશા હંમેશા હંમેશા અદ્દભુત. જાે કે સ્ટાર બનવાનું પણ પસંદ છે’. જાે કે, તેના કેટલાક ફેન્સને રણવીર સાથેની તેની જાેડી ગમી હતી અને બંનેએ સાથે એક ફિલ્મ કરવી જાેઈએ તેવી ડિમાન્ડ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.