સગાઈના એક દિવસ પહેલા કૃષ્ણા મુખર્જીને થયું હોઠ પર ઈન્ફેક્શન

ફિલ્મી દુનિયા

મુંબઈ, તાજેતરમાં જ ‘યે હૈ મોહબ્બતે’ની હિરોઈન કૃષ્ણા મુખર્જીએ ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા કે તે બોયફ્રેન્ડ સાથે સગાઈ કરવા જઈ રહી છે. આ ખાસ પ્રસંગ પહેલા કૃષ્ણા સાથે કંઈક એવું થઈ ગયું કે, તે ઘણી ટેન્શનમાં છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના ચહેરાની એક તસવીર શેર કરી જણાવ્યું કે, તેની સાથે અચાનક શું થઈ ગયું છે. તેની સગાઈના એક દિવસ પહેલા જ તેના ચહેરા પર ઈન્ફેક્શન થઈ ગયું છે. તેના હોઠોની પાસે સોજાે આવી ગયો છે અને સ્કીન રફ થઈ ગઈ છે.

ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા તેણે આ વાતની જાણકારી આપી. કૃષ્ણા મુખર્જીએ જણાવ્યું કે, તેને લિપ ઈન્ફેક્શન થઈ ગયું છે. સગાઈના થોડા કલાક પહેલા આ સમસ્યા થતા તેને ઘણી મુશ્કેલી પડી રહી છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘સાચે જ…? મારી એન્ગેજમેન્ટના એક દિવસ પહેલા જ આ થયું છે.’ સાથે જ એક ઈમોજી પણ શેર કરી છે. કૃષ્ણા મુખર્જી માટે હાલ સેલિબ્રેશનનો સમય છે. તે સગાઈની તૈયારીઓને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે જણાવ્યું હતું કે, તે ૮ સપ્ટેમ્બર, ૨૦૨૨એ પોતાના બોયફ્રેન્ડ સાથે સગાઈ અને વર્ષ ૨૦૨૩માં લગ્ન કરવા જઈ રહી છે. કૃષ્ણા મુખર્જી પંજાબની વતની છે. તેણે એક્ટિગ કરિયરની શરૂઆત ઝલ્લી અંજલી’થી કરી હતી. તે પછી તે ‘યે હૈ આશિકી’માં રેશાંય ભાટિયાની ઓપોસિટ જાેવા મળી હતી. પછી તે ‘ટિ્‌વસ્ટ વાલા લવ’, ‘એમટીવી બિગ એફ’, ‘યે હૈ મોહબ્બતે’, ‘નાગિન-૩’, ‘કુછ તો હૈ’, ‘નાગિન એક નયે રંગ મેં’થી લઈને ‘શુભ શગુન’ જેવી સીરિયલમાં કામ કરી ચૂકી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.