પત્ની આલિયાના ગંભીર આરોપો પર નવાઝુદ્દીને સાધ્યું મૌન

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પર આજકાલ તેની પત્ની આલિયા ગંભીર આરોપ લગાવી રહી છે. લોકડાઉન દરમિયાન તાજેતરમાં જ અભિનેતાના તેના વતન મુઝફ્ફરનગરથી મુંબઇ પાછા ફરવા અંગે વિવાદ થયો હતો. પરંતુ આ બધાની વચ્ચે નવાઝુદ્દીનની એક ફિલ્મ પણ રિલીઝ થઈ. આવી સ્થતિમાં અભિનેતાને તેની ફિલ્મના પ્રમોશન માટે મીડિયાની સામે આવવું પડ્યું. આ સમય દરમિયાન, તેમણે આ બંને મુદ્દાઓ પર પૂછાતા પ્રશ્નો પર ધ્યાન ન આપતા, પોતાની વાર્તા કરી. તેમણે કે તેની કોઈ ચિંતા નથી કે તેની ફિલ્મો થિયેટરોમાં જાવા મળે છે અથવા એમેઝોન પ્રાઈમ, જી૫, નેટફ્લક્સ વગેરે જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર પ્રસારિત થાય છે, કારણ કે તે માને છે કે કેટલીક વાર ફિલ્મોનું રિલીઝ થવું એ પણ એક મોટી સિદ્ધિ છે.
અભિનેતાની ફિલ્મ ‘ઘૂમકેતુ’ ઘણા વિલંબ પછી ૨૨ મેના રોજ જી ૫ પર પ્રસારિત થઈ હતી. આ ફિલ્મ ૨૦૧૪ માં પૂર્ણ થઈ હતી. પુષ્પેન્દ્ર નાથ મિશ્રા દ્વારા દિગ્દર્શિત અને ફેન્ટમ ફિલ્મ્સ અને સોની પિક્ચર્સ નેટવર્ક (એસપીએન) ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં ફિલ્મ નિર્માતાઓ અનુરાગ કશ્યપ, અભિનેત્રીઓ ઇલા અરૂણ, રઘુબીર યાદવ, સ્વાનંદ કિર્કિરે અને રાગિની ખન્ના પણ છે. નવાઝુદ્દીને , અમે આ ફિલ્મનું શૂટિંગ તે જ રીતે કર્યું છે જે રીતે અમે થિયેટરની ફિલ્મ્સ માટે શૂટિંગ કરીએ છીએ. મને લાગે છે કે આજના સમયમાં લોકો ઓટીટી જ એકમાત્ર રીત છે જેની પર લોકો ફિલ્મો જાઇ શકે છે. જેથી વ્યક્તગત રીતે હું સમજતો નથી કે અભિનેતાઓ માટે તે વાસ્તવમાં મહત્વનું રાખે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.