46 વર્ષીય ટ્વિન્કલે પહેલીવાર માતા ડિમ્પલના હાથે બનેલ ભોજન જમ્યું, કહ્યું હવે મને અર્થ સમજાણો
ટ્વિન્કલ ખન્નાએ સોશિયલ મીડિયા પર ફ્રાઈડ રાઈસનો ફોટો શેર કર્યો છે. 46 વર્ષીય એક્ટ્રેસે તેની ભાવના સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી છે કે, 46 વર્ષ બાદ તેણે માતા ડિમ્પલ કપાડિયાના હાથનું ભોજન જમ્યું છે.
ટ્વિન્કલે લખ્યું કે, મારી માતાને મને પહેલું ભોજન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે 46 વર્ષ, એક મહામારી અને એક એક્સટેન્ડ થયેલ લોકડાઉન લાગી ગયા. હવે મને સમજાણું કે જ્યારે લોકો મા કે હાથ કા ખાના કહેતા તેનો મતલબ શું છે?