સુશાંતના મોતને લઇ સલમાન સહિત ૮ સ્ટાર્સ પર મુજફ્ફરપુર કોર્ટમાં ફરિયાદ

ફિલ્મી દુનિયા

પટના,
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ ૧૪ જૂનના રોજ મુંબઇના બાંદ્વા સ્થત ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપૂતની મોતે બોલીવુડથી માંડીને દેશને હચમચાવી દીધો છે. ફક્ત ૩૪ વર્ષની ઉંમરમાં સફળતાની ઉંચાઇઓ સુધી પહોંચી ચૂકેલા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ સંસ્કાર ૧૫ જૂનના રોજ મુંબઇમાં કરવામાં આવ્યા હતા. પરંતુ સુશાંત સિંહ રાજપૂતના ગયા પછી હવે બોલીવુડના ઘણા દિગ્ગજ કલાકાર મુશ્કેલીઓમાં ઘેરાઇ ગયા છે. કારણ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ હવે કોર્ટમાં પહોંચી ગયો છે. બિહારના મુજફ્ફરપુર કોર્ટમાં ફિલ્મી હસ્તીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં સલમાન ખાન, આદિત્ય ચોપડા, કરણ જાહર, સાજિદ નડીયાદવાલા, સંજય લીલા ભણસાલી અને એકતા કપૂર સહિત ૮ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર કલમ ૩૦૬, ૧૦૯, ૫૦૪, ૫૦૬ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા છે. એડવોકેટ સુધી ઓઝાએ આરોપ લગાવ્યો છે કે ષડયંત્ર હેઠળ સુશાંત સિંહ રાજપૂતને બિહારી હોવાના કારણે બોયકોટ કરવામાં આવ્યો હતો. ફરિયાદ પર આગામી સુનાવણી ૩ જુલાઇના રોજ પર મુલતવી રાખવામાં આવી છે. તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર તેમના પિતરાઇ ભાઇ અને ધારાસભ્ય નીરજ બબલૂએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કે બોલીવુડના ઘણા લોકો તેમની ઇર્ષા કરતા હતા. તે સ્થાન પર પહોંચ્યા તે સ્થાન પર આજે પણ ઘણા લોકો પહોંચી શક્્યા ન હતા અને તેમને સુશાંત સિંહ રાજપૂતથી ઇર્ષા થતી હતી. તેમણે કે સમય આવતાં તે લોકોના નામ પણ લેશે અને તેમને રાજ્ય સરકાર પાસે આ કેસની તપાસની પણ માંગ કરી છે, જેને સ્વકારી પણ લેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતએ રવિવારે સવારે મુંબઇમાં પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
જયશ્રી શર્મા શ્રીકાંતે આ પિટીશન ૧૬ જૂને સાંજે ૬.૪૭ વાગે ઝ્રરટ્ઠહખ્તી.ર્ખ્તિ પર શરૂ કરી હતી. ફેસબુક પર આ લિંક શૅર કરીને હતું, ‘પ્લીઝ સાઈન અને શૅર કરો. આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવી શકીએ છીએ અને શક્્ય હોય તો આવું વારંવાર ના થાય તે અટકાવી શકીએ છીએ. જયશ્રીએ ૧૦ લાખ લોકોની સાઈન કરાવવાનું લક્ષ્ય લઈને પિટીશનની શરૂઆત કરી હતી અને ૩૦ કલાકમાં ૮.૫૦ લાખથી વધુ લોકો સાઈન કરી ચૂક્્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.