શાહરૂખ-સોનાક્ષીએ પીપીઇ કિટનું દાન કર્યુઃ ફેન્સને કરી અપીલ

ફિલ્મી દુનિયા

મુંબઇ
કોરોના વાયરસ સામેની લડાઇમાં આખો દેશ એકસાથે ઉભો થયો છે, કોરોના સામેની લડાઇમાં સૌથી વધુ મદદની જરૂર ડાક્ટરો અને મેડિકલ સ્ટાફને જણાઇ રહી છે. આ લોકોની મદદ માટે હવે બાલીવુડ એક્ટર શાહરૂખ ખાન અને સોનાક્ષી સિન્હા આગળ આવ્યા છે, તેને લોકોને એક ખાસ અપીલ કરી છે.
શાહરૂખ ખાને ફ્રન્ટલાઇન વારિયર્સ માટે લોકોને તેમના માટે પીપીઇ કિટ અને વેન્ટલેટરનું યોગદાન આપવા માટે અપીલ કરી છે. શાહરૂખે ગુરુવારે મીર ફાઉન્ડેશનને ટેગ કરતા ટ્‌વીટ કર્યુ- આવો કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇમાં નેતૃત્વ કરી રહેલા બહાદુર સ્વાસ્થ્યકર્મીઓ, અને તેમની ટીમોને પીપીઇ કિટનુ યોગદાન કરીને સમર્થન કરીએ છીએ. નાની મદદ મોટુ કામ કરી શકે છે.
વળી સોનાક્ષી સિન્હાના કેટલાક ફેન્સે પુણાની સરદાર વલ્લભભાઇ પટેલ હાસ્પીટલમાં પીપીઇ કિટ દાન કરી છે. આ માટે એક્ટ્રેસ સોનાક્ષીએ તેમને ધન્યવાદ આપ્યા છે.
સોનાક્ષીએ તમે બધા સારા માણસો, તમારા યોગદાન અને વિશ્વાસ માટે આભાર. ટાપ ગ્રેડ પીપીઇ કિટ્‌સની એક મોટો જથ્થો સરદાર પટેલ વલ્લભભાઇ પટેલ હાસ્પીટલ, પુણે માટે કારખાનામાંથી રવાના થઇ રહ્યો છે, આપણે આવુ કરીશુ? બહુ સારો પ્રેમ અને ધન્યવાદ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.