શાહરૂખ ખાન સુહાના માટે વાનખેડે સ્ટેડિયમના કર્મચારી સામે ઝઘડી પડ્યો હતો

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આજે પોતાનો ૨૦મો જન્મદિવસ ઉજવી રહી છે. ૨૦૦૦ની સાલમાં ૨૨ મેના રોજ સહુનાનો જન્મ થયો હતો. શાહરૂખ ખુદ પણ કહી ચૂક્્યો છે કે, તે સુહાનાને ખુબ પ્રેમ કરે છે. સુહાના સોશિયલ મીડિયા પર પણ ભારે એક્ટવ છે. ભલે તે ફિલ્મમાં નથી આવી પણ સેલેબ્રિટીથી તે કંઈ ઓછી નથી. શાહરૂખ તેની દીકરીને એટલો પ્રેમ કરે છે કે તેની સેફ્ટી વિશે થોડું પણ આમતેમ ન ચલાવી લે.
પછી ભલે તેને ગમે તેટલું નુકસાન ભોગવવું પડે. વર્ષ ૨૦૧૨ની એક ઘટના આ વાતનો પુરો પુરાવો છે. ત્યારે શાહરૂખ ખાન સુહાના માટે વાનખેડે સ્ટેડિયમના કર્મચારી સામે ઝઘડી પડ્યો હતો. આ ઘટના બાદ શાહરુખે હતું કે, ત્યાં મેદાનમાં હાજર કોઈ સુરક્ષાકર્મીઓ સુહાના સાથે ગેર વર્તન કર્યું હતું, જેના કારણે તેણે આ બધું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ લડતના કારણે શાહરૂખને પણ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, શાહરૂખે સોશિયલ મીડિયા પર પણ સુહાનાને ટ્રોલ કરનારા લોકોને ઘણી વખત પ્રતિક્રિયા આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.