વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવી ડિઝિટલ પ્લેટફોર્મ પર રિલિઝ થશે
મુંબઇ
વિદ્યા બાલનની આગામી ફિલ્મ શકુંતલા દેવી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી છે. મહાન ગણિતશાસ્ત્રી શકુંતલા દેવીના જીવન પર આધારિત આ ફિલ્મ ટૂંક સમયમાં અમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરાશે.
નેશનલ એવોર્ડ વિજેતા વિદ્યા બાલને જણાવ્યું હતું કે શકુતંલા દેવીને માનવ કમ્પ્યુટર કહેવાય છે. જે એકાદ સેકન્ડમાં જ અત્યંત કપરી ગણતરી સમજાવી દેવાની ક્ષમતા ધરાવતા હતા. આ ફિલ્મમાં સાનિયા મલ્હોત્રા પણ છે જે શકુંતલા દેવીની પુત્રીના રોલમાં છે. આ ઉપરાંત અમિત સાધ ને વિષ્ણુ સેનગુપ્તા પણ તેમાં અભિનય કરી રહ્યા છે.
અનુ મેનન દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મનું નિર્માણ સોની પિક્ચર્સ અને વિક્રમ મલ્હોત્રાએ કર્યું છે. જેના ડાયલોગ નયનિકા મહેતાની અને ઇશિતા મોઇબાએ લખ્યા છે.