લોકડાઉનમાં અમિતાભ બચ્ચને સેલ્ફી શેર કરતા લોકોને ઘરમાં જ રહેવા કર્યો આગ્રહ
મુંબઈ
અમિતાભ બચ્ચને લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર તેમની એક સેલ્ફી પોસ્ટ કરી છે. તેમાં તેમણે મોઢા પર માસ્ક બાંધ્યું હતું અને માથે કપડું બાંધ્યું હતું. અમિતાભે કેપ્શનમાં રસપ્રદ અને ફની વેમાં લોકોને ઘરે રહેવાની અપીલ કરી હતી.
અમિતાભ બચ્ચને લખ્યું કે, ચલો ભૈયા જીમ…. પછી મળીએ…જીમ અહીંયા જ છે ઘરની બહાર નથી. લોકડાઉનમાં ઘરે રહીને બિગ બી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટવ છે. તેમણે આ પોસ્ટ નીચે કમેન્ટ સેક્શનમાં યુઝર્સને જવાબ પણ આપ્યા હતા.
અમિતાભ બચ્ચન લોકોને આ કોરોના મહામારીમાં ઘરે જ સુરક્ષિત રહેવા આગ્રહ કરતા રહે છે. વીડિયો શેર કરી લોકોને જાગૃત પણ કરતા રહે છે. ૧૦ મેના મધર્સ ડેને પણ તેમણે ખાસ અંદાજમાં કોરોનાને કારણે થયેલ હાલની સ્થતિ સાથે જાડ્યા હતા. અમિતાભ હાલ મુંબઈમાં તેમના ઘરે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે.