તારિક ફતેહના કટાક્ષ પર જાયરા વસીમે જડબાતોડ જવાબ આપ્યો

ફિલ્મી દુનિયા

મુંબઇ,
ભારતમાં તીડના હુમલા પર ટ્‌વટ કરી ટ્રોલ થયેલી પૂર્વ અભિનેત્રી જાયરા વસીમે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. વિદેશી પત્રકાર તારિક ફતેહની એક ટ્‌વટ પર જવાબ આપતા જાયરાએ જણાવ્યું કે મારી વાતોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.
જા કે, તારિક ફતેહએ જાયરા વસીમની તે ટ્‌વટ પર પ્રતક્રિયા આપી જેમાં તેમણે તીડના હુમલા માટે લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. તારિક ફતેહે પોતાની પોસ્ટમાં લખ્યું- ભારતીય મુસ્લમ અભિનેત્રી જાયરા વસીમ અલ્લાહના પ્રકોપનો શિકાર થયા પછી પોતાના જ દેશવાસીઓની મઝાક ઉડાવે છે. આ રીતે તેમણે તીડના ઝૂંડની વ્યાખ્યા કરી છે.
તારિક ફતેહના ટ્‌વટના જવાબમાં જાયરાએ એક લાંબી નોટ લખી છે. જાયરાએ જણાવ્યું કે , મેં કોઈ દિવસ તે વાતનો દાવો કર્યો નથી કે ઘણા રાજ્યોમાં તીડનો હુમલો ઈશ્વરના ક્રોધનો સંકેત હતો. કોઈ પણ જમીન પર અલ્લાહનો ક્રોધ અથવા તો અભિશાપ દર્શાવીને તેના પર નિવેદન આપવું ધાર્મિક રૂપથી ગેરકાયદેસર અને પાપ છે.
જાયરાએ લખ્યું કે, મારી ટ્‌વટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. કોઈ પણ અભિપ્રાય, ભલે પછી તે સારો કે ખરાબ, મારા ઈરાદાની વાસ્તવિકતાની સચ્ચાઈને પ્રગટ કરે છે. આ મારા અને મારા રબની વચ્ચેનો મામલો છે અને તેમને હું સમજાવવા જઈ રહી નથી. હું માત્ર અલ્લાહ પ્રત્યે બંધાયેલી છું. દુનિયા હાલ કઠિન પરિÂસ્થતિ, પહેલા નફરત અને કટ્ટરતાના સમયમાંથી પ્રસાર થઈ રહી છે. ઓછામાં ઓછું આપણે તે કરી શકીએ છીએ જે આગળ ન વધે. પોતાની વાતને પુરી કરતા જાયરાએ લખ્યું કે હું હવે એક અભિનેત્રી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.