અક્ષય કુમાર ફરી મજૂરોની મદદેઃ આપ્યું રૂ. ૪૫ લાખનું દાન
મુંબઇ,
કોરોના વાઈરસને કારણે ભારતમાં હાલમાં ચોથા તબક્કાનું લાકડાઉન ચાલી છે. છેલ્લાં બે મહિનાથી ટીવી તથા બોલિવૂડમાં શૂટિંગ બંધ છે. આથી જ ઈન્ડસ્ટ્રીના ટેકનિશિયન્સ તથા રોજમદારની આર્થિક હાલત કફોડી બની છે. અક્ષય કુમારે આ મુશ્કેલ પરિસ્થતિમાં સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનને ૪૫ લાખ રૂપિયાનું દાન કર્યું છે.સિન્ટાના સીનિયર જાઈન્ટ સેક્રેટરી અમિત બહલે હતું કે કમિટીના મેમ્બર તથા એક્ટર અયુબ ખાને જાવેદ જાફરી તથા સાજીદ નડિયાદવાલા સાથે વાત કરી હતી.
સાજીદ નડિયાદવાલાએ અક્ષય કુમાર સાથે વાત કરી હતી. અક્ષય કુમારે તરત જ સિન્ટા પાસેથી મેમ્બર્સની યાદ માગી હતી. સિન્ટાએ અક્ષય કુમારને યાદી આપી હતી. સિન્ટા સાથે જાડાયેલા ૧૫૦૦ મેમ્બર્સના અકાઉન્ટમાં અક્ષય કુમારે ત્રણ હજાર રૂપિયા જમા કરાવ્યા હતાં. આમ અક્ષય કુમારે ૪૫ લાખ રૂપિયાની મદદ કરી હતી. સાજીદ તથા અક્ષય કુમારે હતું કે જા જરૂર પડશે તો તેઓ વધુ મદદ કરવા તૈયાર છે.