અમેરિકામાં થયેલ અશ્વેતની હત્યાના વિરોધમાં આજે બ્લેક આઉટ થર્સ્ડે, ઈશાન ખટ્ટર, કરણ જોહર, મૌની રોય સહિત સેલેબ્સે સપોર્ટ દર્શાવ્યો

View this post on Instagram

#blackouttuesday 🙌🏿🙌🏾🙌🏽🙌🏼🙌🏻

A post shared by Ishaan (@ishaankhatter) on


અમેરિકામાં 25મેના રોજ 46 વર્ષીય આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ લોકો વિરોધ કરવા માટે રસ્તા પર આવી ગયા છે. ન માત્ર હોલિવૂડ સેલેબ્સ પરંતુ બોલિવૂડ સેલેબ્સ પણ આ રંગભેદ સામે અવાજ ઉઠાવીને જ્યોર્જને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. અમેરિકામાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શનના સપોર્ટમાં આજે 2 જૂનના રોજ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી દ્વારા બ્લેક આઉટ થર્સ્ડે જાહેર કરવામાં આવ્યો છે. આ કેમ્પેનમાં બોલિવૂડ સેલેબ્સ કરણ જોહર, ઈશાન ખટ્ટર, મૌની રોય અને મૃણાલ ઠાકુર સામેલ થયા છે.

સોશિયલ મીડિયા પર આ સેલેબ્સે કાળો ફોટો પોસ્ટ કરીને બ્લેક આઉટ થર્સ્ડેનો હેશટેગ માર્યો હતો. આ સિવાય બ્લેક લાઇવ્સ મેટર કરીને પણ એક હેશટેગ ટ્રેન્ડ કરે છે. આલિયા ભટ્ટે પણ રંગભેદની આ ઘટના અંગે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે.

2 જૂનના રોજ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીએ બ્લેક આઉટ ટ્યુઝડે નામનું કેમ્પેન શરૂ કર્યું છે. જ્યોર્જને થયેલ અન્યાય માટે ચાલી રહેલ વિરોધના સપોર્ટમાં આ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મ્યુઝિક લેબલ્સ દ્વારા એક દિવસનો બિઝનેસ પણ અટકાવી દેવામાં આવ્યો છે.

અગાઉ પ્રિયંકા ચોપરા, દિશા પટની અને કરીના કપૂર ખાને પણ સોશિયલ મીડિયા પર તેમનો સપોર્ટ બતાવ્યો હતો. આ તમામ ઇન્ડિયન સેલેબ્સ જ્યારે જ્યોર્જ ફ્લોયડની હત્યા પર પોસ્ટ કરી રહ્યા છે ત્યારે લોકો તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે. અમુક સેલેબ્સ ફેરનેસ ક્રીમની જાહેરાત કરીને આજે રંગભેદ પર વાત કરી રહ્યા છે. દેશના અન્ય મુદ્દાઓ પર વાત નથી કરતા, દેશમાં ચાલી રહેલ ભેદભાવ, હાલના દેશના માઈગ્રન્ટ ક્રાઈસિસ પર અવાજ નથી ઉઠાવતા વગેરે. અમુક સેલેબ્સે લોકોને વળતા જવાબ પણ આપ્યા હતા.

25 મેનો જ્યોર્જની હત્યાનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં પોલીસ જ્યોર્જના ગળા પર ઘૂંટણ દબાવે છે. જ્યોર્જ પોલીસને આજીજી કરી રહ્યો હોય છે કે તે શ્વાસ નથી લઇ શકતો તેમ છતાં પોલીસે દયા ન રાખી અને જ્યોર્જનું મૃત્યુ થયું. અપરાધી પોલીસને કસ્ટડીમાં લેવામાં આવી ચૂક્યો છે. જ્યોર્જ પર આરોપ હતો કે તે 20 ડોલરની ખોટી નોટ ફેરવી રહ્યો હતો. જ્યોર્જની હત્યાના વીડિયો બાદ દેશના ઘણા બધા રાજ્યોમાં લોકો વિરોધ કરવા રસ્તાઓ પર ઉતરી ગયા. અમુક જગ્યાએ પરિસ્થિતિ કાબૂ બહાર જતા સરકારે કર્ફ્યુ જાહેર કરી દીધો છે. વિરોધમાં આગચંપી, લૂંટફાટ, હિંસક બનાવો બનવા લાગ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.