ડીસાના આસેડા ગામ નજીક ચાલુ કારમાં ભીષણ આગ, કાર ચાલકનો આબાદ બચાવ

ડીસાના આસેડા ગામ નજીક ચાલુ કારમાં ભીષણ આગ, કાર ચાલકનો આબાદ બચાવ

ડીસા તાલુકાના આસેડા ગામ પાસે આવેલા ઘેટા ઉછેર કેન્દ્ર નજીક ગઇકાલે સવારે એક ચાલુ અલ્ટો કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, કાર ચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, ગઇકાલે સવારે એક અલ્ટો કાર ઢુવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. આગ લાગતા જ કાર ચાલકે સમય ગુમાવ્યા વિના કારને રોડની સાઈડમાં ઉભી રાખીને નીચે ઉતરી ગયો હતો. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર ભડભડ સળગી ઉઠી હતી. ઘટનાની જાણ ડીસા નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલા જ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે, પરંતુ કાર ચાલકને મોટું આર્થિક નુકસાન થયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *