રાજસ્થાનના સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં ચિપાવેરી નજીકના ગાઢ જંગલમાં શનિવારે બપોરે 2 વાગ્યે આગ લાગી હતી. વન વિભાગની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે પવનને કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. રાત્રિ સુધીમાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે મોટા પ્રમાણમાં વન સંપત્તિને નુકસાન થયું છે. સાંજે 7 વાગ્યાની આસપાસ માઉન્ટ આબુથી ડિઝાસ્ટર ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ રસ્તા પરથી જંગલમાં પાણીનો છંટકાવ કરી રહી છે. આગ હવે 2 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ સતત આગ બુઝાવવાના પ્રયાસો કરી રહી છે. જો કે, હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી.

- March 31, 2025
0
75
Less than a minute
You can share this post!
editor