ગુજરાતના સુરતમાં બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. બિલ્ડિંગના 7માં માળેથી ઉંચી જ્વાળાઓ નીકળતી જોવા મળી. ધુમાડાના ગોટે ગોટા આકાશને પણ ઢાંકી દીધું સુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગના આઠમા માળે અચાનક આગ લાગી હતી અને એ પ્રસરીને ઉપરના 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતાં અચાનક બ્લાસ્ટ થયો અને ત્યાર બાદ આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 ફાયર સ્ટેશનની ટીમને ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ દાઝ્યો હતો.
ગૃહમંત્રી સંઘવી સામેની બિલ્ડિંગમાં રહે છે; ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે મકાનમાં રહે છે. તેમની સામેની ઇમારતમાં આગ લાગી છે. આગની માહિતી મળતા જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તે બિલ્ડિંગમાંથી બહાર આવતા લોકોની ખબરઅંતર પૂછી રહ્યા હતા.